માત્ર અન્ય ધર્મમાં પરિવર્તન કરવાથી આંતર-જ્ઞાતીય લગ્ન પ્રમાણપત્ર મળી શકે નહીં: મદ્રાસ હાઇકોર્ટ

| Updated: November 26, 2021 1:17 pm

ધર્મ પરિવર્તન કર્યા પછી પણ વ્યકિતની જ્ઞાતિ યથાવત રહે છે અને તેના આધારે આંતર-જ્ઞાતિય લગ્નનું પ્રમાણપત્ર જારી કરી શકાય નહીં તવો ચુકાદો મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે. જસ્ટિસ એસ.એમ. સુબ્રમણ્યમે મેત્તુર તાલુકાના સાલેમ કેમ્પના એસ પોલ રાજની રિટ પિટિશનને ફગાવી દેતા આ ચુકાદો આપ્યો હતો.

હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં સાલેમ જિલ્લા વહીવટીતંત્રના 19 જૂન, 2015 ના આદેશને રદ કરવાની માગણી કરવામાં આવી હતી અને આંતર-જ્ઞાતિય લગ્ન પ્રમાણપત્ર જારી કરવાનો આદેશ આપવા દાદ માગવામાં આવી હતી.
અરજદાર આદિ-દ્રવિડ સમુદાયના હતા. તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદ 30 જુલાઈ, 1985ના સરકારના આદેશ મુજબ સમાજ કલ્યાણ વિભાગે તેમને પછાત વર્ગ તરીકે વર્ગીકૃત કરતું કોમ્યુનિટી સર્ટિફિકેટ જારી કર્યું હતું.તેમણે હિન્દુ અરુણથિયાર સમુદાયની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા.

અરજદારની પત્નીને એસસી/એસટી (સુધારા) અધિનિયમ, 1976ની જોગવાઈઓ અનુસાર અનુસૂચિત જાતિ તરીકેનું કોમ્યુનિટી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે, અરજદારે સરકારના આદેશના આધારે સરકારી નોકરીમાં અગ્રતાના લાભો મેળવવા માટે આંતર-જ્ઞાતિય લગ્ન પ્રમાણપત્ર આપવા માટેની અરજી સબમિટ કરી હતી.
કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં અરજદાર ખ્રિસ્તી આદિ-દ્રવિડર છે, જે અનુસૂચિત જાતિ સમુદાય પણ છે અને તેના ધર્માંતરણને પગલે તેને પછાત વર્ગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. અરજદારની પત્ની અનુસૂચિત જાતિની છે.
રે અરજદાર અને તેની પત્ની બંને જન્મથી અનુસૂચિત જાતિના સમુદાયના છે.તેથી અરજદારે ધર્મ બદલ્યો હોવાના કારણે આંતરજ્ઞાતિય લગ્નનું પ્રમાણપત્ર આપી શકાય નહીં.

આંતર-જ્ઞાતિય લગ્ન પ્રમાણપત્ર આપવાનો હેતુ અમુક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે છે. આવા સંજોગોમાં પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, સૌથી પછાત વર્ગ અને અન્ય તરીકે વિવિધ જાતિઓનું વર્ગીકરણ આંતર-જ્ઞાતિય લગ્નનો દાવો કરવા માટેનું કારણ બની શકે નહીં. જ્યારે પતિ અને પત્ની બંને એક જ સમુદાયના હોય ત્યારે તેઓ વિવિધ યોજનાઓ હેઠળના લાભો મેળવવાના હેતુથી આંતર-જ્ઞાતિય લગ્ન પ્રમાણપત્ર માટે હકદાર નથી.

Your email address will not be published. Required fields are marked *