સેટેલાઈટની આર એચ કાપડિયા સ્કુલમાં ગુજકેટની પરીક્ષા બેઠેલો વિદ્યાર્થી મોબાઇલ સાથે પકડાયો

| Updated: April 19, 2022 9:06 pm

સેટેલાઈટની આર એચ કાપડિયા સ્કુલમાં ગુજકેટની પરીક્ષા દરમિયાન પોતાની સાથે મોબાઈલ લઈને બેઠેલો વિદ્યાર્થી પકડાયો હતો. સ્કુલના સ્ટાફે તેને પકડી આ અંગે પોલીસને જાણ કરી હતી. ગુજકેટની પરિક્ષામાં ગેરવર્તણુંક ન થાય અને ચોરી ન થાય તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. તેમ છતાં વિદ્યાર્થી મોબાઇલ સાથે પકડાયો હતો. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ગુજકેટની પરિક્ષા અંગે પ્રતિબંધિત વસ્તુઓ બાબતે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં તમામ પરિક્ષા કેન્દ્રો પર ચેકિંગ પણ થતું હોય છે અને વિદ્યાર્થીઓને આ અંગે જાણ કરવામાં પણ આવે છે. સેટેલાઇટની આર એચ કાપડીયા સ્કુલમાં પણ ગુજકેટની પરિક્ષા હતી. જેમાં એક વિદ્યાર્થી પાસે મોબાઇલ હોવાની શંકા સ્ટાફને થઇ હતી. જેથી સ્ટાફના માણસોએ તેની ચકાસણી કરી હતી.

મોબાઇલ પકડાતા જાહેરનામાં ભંગ અંગે સ્કુલના સ્ટાફે પોલીસ કન્ટ્રોલ રુમને જાણ કરી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.