ડીસા હાઇવે પર બે ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

| Updated: May 25, 2022 8:36 pm

ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બે ટ્રેલર વચ્ચે થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ અકસ્માતની જાણ આસપાસના લોકોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં એક બાદ એક અકસ્માતના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં આજે બુધવારે ડીસા-માલગઢ નજીક હાઈવે ઉપર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ અનેક લોકો દોડી આવ્યા હતા અને ટ્રેલરમાં ફસાયેલા ચાલકોને બહાર નીકળવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. જોકે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે બનાવના પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતાં મનુંભાઈ તેમની પત્ની વીણાબેન સાથે એક્ટિવા પર લાલદરવાજા ખાતે મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તે વેળા બેફામ ડ્રાઈવિંગ કરી રહેલા એસટી ચાલકે તેઓને અડફેટે લીધા હતા. એસટીની ટક્કર વાગતા જ તેઓ જમીન પર પડ્યા હતા અને પત્ની વીણાબેન ઉપરથી બસ ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ ટ્રાફિક પોલીસની બેદરકારી પણ સામે આવી છે. અકસ્માતના બે દિવસ વિતી ગયા બાદ પણ તેઓ હજી સુધી ડ્રાઈવરની ધરપકડ કરી શકી નથી.

Your email address will not be published.