નારણપુરામાં વૃધ્ધાના ખાતામાંથી મોબાઇલ સિમ કાર્ડ ઇકેવાયસીના નામે 2.48 લાખની ઠગાઇ

| Updated: June 13, 2022 9:12 pm

નારણપુરા વિસ્તારમાં રહેતા કન્સલ્ટંસીનું કામ કરતા વૃધ્ધાનું કાર્ડ ઇકેવાયસી કરવા માટે 20 રુપિયા એક એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતુ. તેમના ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર ન થતાં આખરે તેમની પત્નીએ 20 રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેના બાદ તેમના ખાતામાંથી 2.48 લાખ ટ્રાન્સફર થઇ ગયા હતા. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

નારણપુરા વિસ્તારમાં આવેલા અભિયાન એપાર્ટમેન્ટમાં નલીનભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને ઘરેથી એકાઉન્ટ કન્સલ્ટંસીનુ કામ કરે છે. ગત મે મહિનામાં મોબાઇલ પર મેસેજ આવ્યો હતો કે, વોડાફોન સીમકાર્ડનું ઇકેવાયસી બાકી હોય, કસ્ટમર કેરમાં કોલ કરવો. જેથી નલીનભાઇએ તે નંબર પર કોલ કર્યો હતો સામેથી રાજેન્દ્ર શુકલ નામનો શખ્સ વાતચીત કરતો હતો. સામેના વ્યક્તિએ 20 રુપિયાનું ટ્રાન્ઝેક્શન કરવા જણાવ્યુ હતુ.

દરમિયાનમાં સામેના વ્યક્તિએ એક એપ ડાઉનલોડ કરવા જણાવ્યુ અને તે એપ્લિકેશનનો પીન નબંર માગ્યો હતો પરંતુ નલીનભાઇએ આપ્યો ન હતો. દરમિયાનમાં એપ્લિકેશનમાં બેંકની ડિટેલ્સ ભરી હતી. બાદમાં 20 નું ટ્રાન્ઝેક્શન થતું ન હતુ. દરમિયાનમાં પત્નીને આ અંગે જાણ કરી હતી અને પત્નીએ સામેના વ્યક્તિ સાથે વાત કરી હતી અને તેમાં 20 રુપિયાનું બેલેન્સ કર્યું હતુ.

બાદમાં તેમના એકાઉન્ટમાંથી બે ટ્રાન્જેક્શન દ્વારા 40 હજાર રુપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર થઇ ગયા હતા. થોડા થોડા કરી પત્નીના એકાઉન્ટમાંથી કુલ 2.48 લાખ અન્ય કોઇના ખાતામાં ટ્રાન્સફર થઇ ગયા હતા. બાદમાં કાર્ડ બ્લોક કરાવ્યું હતુ. આ અંગે સાઇબર ક્રાઇમને જાણ કરી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોધાઇ હતી.

Your email address will not be published.