હવે અમદાવાદીઓને મોજે મોજ, વોક-વે પર શરુ કરાશે ઓપન જીમ

| Updated: April 27, 2022 6:34 pm

અમદાવાદના રિવરફ્રન્ટ પર આગામી સમયમાં ઓપન જીમ શરુ કરવામાં આવશે. શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી અને ઇમ્યુનિતી વધારવા અલગ અલગ જગ્યાએ પાર્ક અને વોક-વે પાસે ઓપન જિમ શરૂ કરાશે, બાળકો માટે મનોરંજન એક્ટિવિટી અને રમતગમત માટેની પ્રવૃત્તિઓ શરૂ કરાશે. લોકો જે ચાલવા માટે વધુ આવે તેના માટે આ પેડિસ્ટ્રીયન બ્રિજ બનાવવામાં આવ્યો છે.

આ અંગે રિવરફ્રન્ટને વધુ આકર્ષણ બનાવવા માટે આર્મી અને NCC સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે વિવિધ જગ્યાઓ પર ખાસ પ્રકારના શેડ પણ લગાવવામાં આવશે. IMA અને AMAના કેટલાક ડોકટરો દ્વારા હાર્ટ, ડાયાબિટીસ વગેરે બીમારીઓથી બચવા માટે એક એક લેક્ચરોનું પણ રિવરફ્રન્ટ હાઉસ ખાતે આયોજન કરાશે.

વધુમા જાણવા મળ્યું છે કે, વરસાદ પહેલા NCC દ્વારા સાબરમતી નદીમાં બોટિંગ શરુ કરવા માટેની પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 1મેથી સાબરમતી રિવરફ્રન્ટ પર 2 જગ્યાએ ફ્રી યોગા કલાસ અને એરોબિક કસરત કરાવવામાં આવશે. રિવરફ્રન્ટ પર 3 લાખ ઝાડ ઉગાડી ચુક્યા છીએ. આગામી દિવસોમાં 3 લાખ બીજા ઝાડ રિવરફ્રન્ટ પર ઉગાડવામાં આવશે.

રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચેરમેન કેશવ વર્માએ જણાવ્યું હતું કે, ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેને આગામી મે મહિનાના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ જે પૂર્વ અને પશ્ચિમ તરફ બનાવવામાં આવ્યા છે તેને પણ અમે ઝડપથી ચાલુ કરવાના છીએ. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 શરૂ થઈ ગયો છે. રિવરફ્રન્ટ પર જે દીવાલ બનવાની છે તે સિમેન્ટ અને કોન્ક્રીટની દીવાલ નથી. જે સીડીઓ બનશે તે અલગ જ પ્રકારની હશે. રોડ પર ગાડી ચલાવે તો નદી દેખાશે.

Your email address will not be published.