સુરતના શાકભાજી માર્કેટમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ, પોલીસની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા અનેક સવાલ

| Updated: May 19, 2022 1:47 pm

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર રહી છે. ત્યારે સુરતમાં પોલીસના નાક નીચે ખુલ્લેઆમ દારૂનો વેપલો થતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે પણ કોઈ મહોલ્લો કે શેરી કે મેદાનમાં નહિ પરંતુ શાકભાજી માર્કેટમાં ખુલ્લેઆમ દારુ વેચાઈ રહ્યું છે.

સુરતમાં હવે શાકભાજી માર્કેટમાં પણ દારૂ વેચાતો થયો છે. આ વીડિયો સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં શાકભાજી માર્કેટનો છે, જ્યાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે. એક તરફ મહિલા લારી ઉપર શાકભાજી ખરીદી રહી છે અને બરાબર તેની બાજુમાં દેશી દારૂની પોટલીઓ વેચાઈ રહી છે, પોલીસ અને બુટલેગરોની મિલીભગતથી વેપાર થતો હોવાનો લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

રાંદેર પોલીસ સાથે PCB પોલીસને શર્મશાર કરતો વિડીયો સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.