બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના શિક્ષકોનો જૂની પેન્શન યોજનાને લઈ વિરોધ

| Updated: April 1, 2022 5:48 pm

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓનો જૂની પેન્શન યોજનાનો લાભ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

આજે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સમગ્ર જીલ્લાની અંદર જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે પ્રાથમિક શિક્ષકો શિક્ષણ કાર્યક્રમ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ ચાલુ રાખ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારીઓ મોરચા દ્વારા સમગ્ર ગુજરાતભરમાં આ એક આહવાન આપવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે સમગ્ર બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના શિક્ષકો જૂની પેન્શન યોજના શરૂ કરાવવા માટે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.

જૂની પેન્શન યોજના એ કર્મચારીઓનો હક છે અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકો જૂની પેન્શન યોજના મેળવવા માટે આવનારા સમયમાં ઉગ્ર કાર્યક્રમો પણ આપશે. જ્યાં સુધી પ્રાથમિક શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓને જૂની પેન્શન યોજના નહીં મળે ત્યાં સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આંદોલન ચાલુ રહેશે. જે અંતર્ગત આજે ડીસામાં પણ તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી શાળામાં ગેટ પાસે જ વિરોધ દર્શાવ્યો હતો. સરકારને માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે નહિતર આગામી સમયમાં હજુ પણ શિક્ષકો ઉગ્ર આંદોલન કરશે.

Your email address will not be published.