શહેજાદ ખાન પઠાણ વિપક્ષના નેતા બનતા કોંગ્રેસમાં વિરોધનો સૂર ઉઠ્યો, 10 કાઉન્સિલરોના રાજીનામા

| Updated: January 9, 2022 7:47 pm

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ પક્ષ તરીકે શહેજાદ ખાન પઠાણની પસંદગી કરવામાં આવતા કોંગ્રેસના અન્ય નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શહેરના 10 કોર્પોરેટરો આજે કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં રાજીનામાં આપી દીધા છે. કુલ 24 કોર્પોરેટરમાંથી 10 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે તેમા 4 મુસ્લિમ તેમજ 5 મહિલા કોર્પોરેટરો સામેલ છે.

સી.જે ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા બનાવવા માટે કોઈને મેન્ડેટ આપવામાં આવ્યું નથી કે નામ નક્કી કરવામાં આવ્યું નથી. શહેરના નેતા, કાઉન્સિલરો વગેરેને અમે સાંભળ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

છેલ્લા એક વર્ષથી એએમસીમાં વિપક્ષના નેતા બનાવવા મામલે ભારે મથામણ ચાલી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકા કોંગ્રેસ કાઉન્સિલરો વચ્ચે બે ગ્રુપ પડી ગયા હતા. બન્ને ગ્રુપ એક બીજાની આમને સામને આવી ગયા હતા અને વિપક્ષ પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે. શહેઝાદ ખાન પઠાણ નામ ચર્ચા થતા એક જૂથ નારાજ જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે સાગમટે કોંગ્રેસના 14 કાઉન્સિલરોમાંથી 10 લોકોએ રાજીનામું આપી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના દાણલીમડા વિસ્તારમાં શહેઝાદ ખાન પઠાણ ત્રીજી વાર કોર્પોરેટર પદે ચૂંટાઈ આવ્યા હતા. તો એએમસી વિપક્ષ નેતા તરીકે અમદાવાદના ચાર નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યું હતું. તો એએમસી વિપક્ષના નેતા તરીકે દાણીલમડા કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.

Your email address will not be published.