પ્રગતિશીલ ખેડૂત , સુરેન્દ્રનગરનાં ખેડૂત 12 વિધા જમીનમાં બોરની ખેતી કરી મેળવે છે લાખો રૂપિયા .

| Updated: January 10, 2022 1:30 pm

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગામના ખેડૂત Organic farming ખેડૂત ઓર્ગેનિક ખેતી કરીને બોરનું ઉત્પાદન મેળવી રહ્યા છે કરીને બોરનું ઉત્પાદન મેળવી રહ્યા છે સાથે સારી એવી આવક પણ મેળવી રહ્યા છે.ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ પાક નું ઉત્પાદન કરતા હોય છે. ત્યારે પાકનું Organic farming ઉત્પાદન લેવા માટે થતો ખર્ચ વધી જતાં અને ખેડૂતો અન્ય ખેતી તેમજ રોકડીયા પાકની ખેતી તરફ વળતા થયા છે. અને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગામના ખેડૂત દિનેશભાઈ પહેલા કપાસ, જુવાર ની ખેતી કરતા હતા જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો. અને કપાસ, જુવારના પૂરતા ભાવ ન મળતા દિનેશભાઈ કૃષિ મેળામાં મુલાકાત લીધી ત્યારબાદ કૃષિ અધિકારી ને મળ્યા અને તેમનું માર્ગદર્શન મળ્યું જેમાં તેમને બાગાયત ખેતી Organic farming તરફ આગળ વધવા કહ્યું અને દિનેશભાઇ એ પોતાના ફાર્મ હાઉસમાં બાર વિઘામાં ગોલા બોર નું વાવેતર કર્યું.

શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળ્યું પણ હાલ દરરોજ 150 કિલો થી વધુ બોર નું ઉત્પાદન થાય છે. જે 40 રૂપિયે કિલો વેચાય છે. Organic farming સારી ક્વોલિટીનું ઉત્પાદન થતા આસપાસના લોકો ફાર્મ હાઉસ ઉપર બોર લેવા આવે છે. ગયા વર્ષે ચાર લાખ ની વાર્ષિક આવક થઈ હતી આ વખતે પણ ચાર લાખની આવક થશે.

દિનેશભાઇ બીજા ખેડૂતોને પણ અપીલ કરી રહ્યા છે કે રોકડીયા પાક તરફ આગળ વધો જેમાં દાડમ, બોર, લીંબુ નું વાવેતર કરો જેમાં સારી આવક મળી શકે. વડાપ્રધાન કહે છે કે ખેડૂતો ને ડબલ આવક થઈ શકે તે માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવા માટે આવા રોકડીયા પાક Organic farming તરફ આગળ વધે તો આવક વધુ મળી શકે. દિનેશભાઇ પોતે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. જેમાં સરકાર તરફથી સહાય પણ મેળવે છે.

અહેવાલ સચીન પીઠવા

Your email address will not be published.