સોમવારે અધિકૃત એજન્સીએ અસલ આધાર કાર્ડ જારી કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અને તેમાં પાંચ બાંગ્લાદેશીઓની (BANGLADESHI) ધરપકડ કરી હતી. પોલીસે બારડોલીના રહેવાસી જબીર પટેલ (25)ની કથિત રીતે બે બાંગ્લાદેશી (BANGLADESHI) નાગરિકોના અસલ આધાર કાર્ડ મેળવવા બદલ ધરપકડ કરી છે જ્યારે તેણે વધુ ત્રણ માટે અરજી પણ કરી છે.
પોલીસે 25 એપ્રિલે સુરત જિલ્લાના સયાનના રહેવાસી પરવેઝ મિરદા (26), નયોન મૌલા, (20) બિસ્તી અખ્તર સોદાગર (18), ફાતેમા ખાતુન મૌલા (19) અને ફરઝાન ફોરાજી (20)ની ધરપકડ કરી હતી. સુરત રેલ્વે સ્ટેશન પર ચેકીંગ દરમિયાન ગવર્નમેન્ટ રેલ્વે પોલીસની ટીમ દ્વારા ઝડપાઈ ગયા હતા. તપાસ દરમિયાન, આ ગેરકાયદેસર વસાહતીઓ પાસેથી અસલ આધાર કાર્ડ અને કેટલાક અન્ય દસ્તાવેજો મળ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે વિદેશી નાગરિકોને 1,500 રૂપિયામાં આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બંગાળ: મુખ્યમંત્રી મમતા બેનર્જીને એકેડેમી એવાર્ડ મળતા લેખિકા રત્ના બેનર્જીએ તેમનો એવોર્ડ કર્યો પરત
GRP, સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ચૌધરીએ જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશના (BANGLADESHI) નાગરિકોએ પોલીસને કહ્યું કે આધાર મેળવવા માટે તેઓ જે દસ્તાવેજોનો ઉપયોગ કરે છે તે માત્ર તેમના ફોટા અને અંગૂઠાની છાપ છે.” જાબીરે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) માટે આધાર કાર્ડ કેન્દ્ર ચલાવવા માટે નિમણૂક કરવા માટેની પરીક્ષા પાસ કરી છે. “આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે ઓટો જનરેટીંગ સિસ્ટમનો લાભ લીધો હતો. તેણે નવા અરજદારો માટે અરજી કરવી અને દસ્તાવેજો અપલોડ કરવાના છે. આ પ્રક્રિયામાં તેણે કેટલીક છટકબારીઓનો લાભ લીધો.” સુરત જિલ્લામાં પણ કુલ 11 એજન્સીઓ વ્યક્તિઓની ઓળખ અને અન્ય દસ્તાવેજો એકત્ર કરીને અપલોડ કર્યા પછી આધાર કાર્ડ આપે છે.