એક પોટલી દારુએ ત્રણ વર્ષના માસૂમને અનાથ કર્યો, તસવીર જોઈ બાળક પુછી રહ્યો છે મારા પપ્પા ક્યારે આવશે?

| Updated: July 27, 2022 3:27 pm

રોજિદા ગામમાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધતો જઈ રહ્યો છે. ઝેરી દારુ પીવાના કારણે 12 લોકોના મોત થયા છે. આ 12 લોકોમાં કેટલાકે પિતા ગુમાવ્યા છે તો કેટલાક લોકોએ ઘરના મુખ્ય માણસને ગુમાવી દીધા છે. ત્યારે આ જ ગામમાં એક ત્રણ વર્ષના બાળકે પોતાના પિતા ગુમાવી દીધા છે. પહેલા તેની માતાનું પણ અવસાન થઈ ચૂક્યું છે અને હવે ઝેરી દારુના કારણે તેના પિતા પણ મૃત્યુ પામી ગયા છે. બાળક તેના પિતાના ફોટા સામે બેસી તેના પિતાને બોલાવી રહ્યો છે.

રોજિદામાં રહેતા દિનશભાઈનું ઝેરી દારુ પીવાના કારણે મોત થયું છે. દિનેશભાઈની પત્ની બીમારીના કારણે મોતને ભેટી હતી અને હવે તેઓ આ લઠ્ઠાકાંડમાં મોતને ભેટ્યા છે. દિનેશભાઈનો ત્રણ વર્ષનો દિકરો પણ છે જે અનાથ થઈ ગયો છે. કેવલને ખબર નથી કે તેના પિતા ગુજરી ગયા છે. બાળક સવારે ઉઠ્યો ત્યારથી એના પપ્પાને યાદ કરી રહ્યો છે. કેવલ સવારથી જ તેના પપ્પાના ફોટા પાસે બેસી તેઓને બોલાવી રહ્યો છે.

નાના માસૂમ બાળકને હાલ 65 વર્ષના વસંતબેન સંભાળી રહ્યા છે. વસંત બેનના બે દીકરા છે એમાંથી એક દીકરા દિનેશભાઈનું મોત થયું છે અને બીજો દીકરો તેમના પરિવારથી અલગ રહે છે. તેઓના પતિનું પણ થોડાક વર્ષો અગાઉ નિધન થયું છે.

Your email address will not be published.