ગુજરાતમાં પેરામેડિકલની 30,000 બેઠકોમાંથી 17,000 જગ્યાઓ હજુ પણ ખાલી

| Updated: April 19, 2022 3:25 pm

નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓડિયોલોજી, ઓક્યુપેશનલ થેરાપી અને નેચરોપેથી જેવા પેરામેડિકલ અભ્યાસક્રમો માટે પ્રવેશના ચોથા રાઉન્ડ પછી, રાજ્યમાં આવી 30,000 બેઠકોમાંથી લગભગ 17,000 જગ્યાઓ હજુ પણ ખાલી છે.

નિયમો અનુસાર, જ્યારે પણ બેઠકો ખાલી પડે છે. ત્યારે ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (GPNAMEC) પ્રવેશ સમિતિ ખાનગી કોલેજોના મેનેજમેન્ટને તે ખાલી જગ્યાઓ પોતાની જાતે ભરવાની મંજૂરી આપે છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, જે બેઠકો ખરેખર ભરવામાં આવી છે તે સમિતિને ખાલી જાહેર કરવામાં આવી છે. તેથી તે કોલેજોને તેને ભરવાની મંજૂરી આપે છે. સૂત્રોએ જણાવ્યું કે આ પ્રથા છેલ્લા ત્રણ વર્ષથી જોવા મળી રહી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ તેમની ખાલી બેઠકો ભરી નથી. પરંતુ તેઓએ તેમના શૈક્ષણિક સત્રો શરૂ કરી દીધા છે.

GPNAMEC તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે ચોથા રાઉન્ડમાં 152 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાંથી 42 વિદ્યાર્થીઓએ તેમના પ્રવેશની પુષ્ટિ કરી હતી. સરકારે આ વર્ષે 150 થી વધુ નવી પેરામેડિકલ કોલેજોને મંજૂરી આપી છે.

Your email address will not be published.