ઉનાળાનો અંત બહુ નજીક છે.ત્યારે અમદાવાદમાં ઉનાળાના અંતે વકર્યો પાણીજન્ય રોગચાળો વધ્યો છે.ઝાડ-ઉલ્ટીમાં વધારો થયો છે.અને ગરમીથી થતા રોગોમાં વધારો થયો છે. બે ઋતુઓ ભેગી થાવાઓના કારણે પાણીજન્ય કેસોમાં વધારો થયો છે.
વરસાદી વાતાવરણ થવાથી પણ લોકોને બિમારીઓ વધવાના કારણ હોઇ શકે છે.સિવલ અને બીજી સરકારી હોસ્પિટલમાં પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.જોકે ઉનાળામાં પાણીજન્ય કેસોમાં વધારો થતો હોય છે પરંતુ આ વખતે ઉનાળાના અંતમાં પાણીજન્ય કેસોમાં વધારો થયો છે.
રોગચાળો વધારે ન ફેલાઈ તે માટે તંત્ર એર્ટલ જોવા મળી રહી છે.આગામી સમયમાં વરસાદનું આગમન થવાનું છે.જેને લઇને પણ તંત્ર એર્ટલ છે.પરંતુ હાલ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.તંત્ર દ્રારા પણ સાવચેતીના ભાગે રૂપે કામગીરી હાથ ધરવામાં આવી છેે.પરંતુ લોકોએ પણ કાળજી રાખવી એટલી જ જરૂરી છે.
કોરોનાના કેસોમાં વધારો
કોરોના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.છેલ્લા અઠવાડિયાથી કેસોમાં વધારો થઇ રહ્યો છે.જેને લઇને સરકાર પણ ચિંતામાં જોવા મળી રહી છે,અમદાવાદમાં તંત્ર લોકોને હવે માસ્ક વગર નહી રહેવા દે કારણ કે કોરોનાને કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્રમાં માસ્ક પણ ફરીજીયાત કરી દેવામાં આવ્યું છે.