ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોના આંટાફેરા ગુજરાતમાં સતત વધતા જ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા.ત્યારબાદ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. ઓવૈસીએ ગુજરાત આવીને જ્ઞાનવાપી સર્વે મામલે નિવેદન આપ્યું છે.
ઓવૈસી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓએ તેમના આ પ્રવાસ દરમિયાન આગામી સમયમાં યૌજનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા પણ કરશે. ઓવૈસીએ કહ્યું કે, સર્વે કરવાનો નિર્ણય ગેરબંધારણીય છે. જૂનો કાયદો છે કે ધાર્મિક સંસ્થાનોના મૂળભૂત સ્ટ્રક્ચરમાં કોઈ બદલાવ કરાશે નહીં. સાથે જ ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવા મામલે પણ ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે.
ઓવૈસીએ ઔરંગઝેબના મજાર પર ચાદર ચઢાવવાને લઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેમણે કહ્યું કે, ચાદર ચઢાવવું ગેરકાનૂની નથી. જો ગેરકાયદે હોય તો કાયદો બનાવો. સાથે જ મદ્રેસામાં રાષ્ટ્રીય ગાન ગાવાને ફરજીયાત કરવાના નિર્ણય ઉપર ઓવૈસીનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ગાન ગાવા ઉપર કોઈ ના પાડી શકે નહીં.
ઓવૈસી આગામી સમયમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત આવ્યા હોવાનું પણ જણાવ્યું છે. અને તેઓએ ગુજરાતની મુલાકાતે આવતા રહેશે તેવું તેઓએ તેમના નિવેદનમાં જણાવ્યું છે.