ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીના નેતાઓના ગુજરાત પ્રવાસ શરુ થઈ ગયો છે. ત્યારે આજે AIMIMના પ્રમુખ અસુદ્દીન ઔવેસી સુરત પ્રવાસે આવ્યા હતા. તેઓએ શિક્ષા અને મોંઘવારી મુદ્દે ચૂંટણી પ્રચાર કરશે અને ચૂંટણી લડશે. તેઓએ રાજ ઠાકરેના સવાલ પર તેઓએ નજર અંદાજ કર્યા હતા. ત્યારબાદ જ્ઞાનવાપીના વિવાદ પર કહ્યું કે બાબરી મસ્જિદનું જજમેન્ટ આવ્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે આ જજમેન્ટ બાદ આવા ઘણા મુદ્દા ઉભા થશે.
AIMIMના પ્રમુખ અસુદ્દીન ઔવેસીએ સુરતમાં આવેલી હઝરત ખ્વાજા દાના દરગાહમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓએ મીઠી ખાડી, લીંબાયતમાં જાહેર સભા સંબોધી હતી.આ સભામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. જો આપને જણાવી દઈએ કે લીંબાયત વિસ્તાર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો ગઢ મનાય છે અને ઓવૈસી સુરતમાં લિબાયતથી જ AIMIMના પ્રચારનું બ્યૂગલ ફુંકયું છે.
અમદાવાદમાં પત્રકાર સાથે વાતચીતમાં ઔવેસીએ જ્ઞાનવ્યાપી મસ્જિદના ચાલી રહેલા વિવાદ પર પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સર્વે કરવાનો નિર્ણય ગેરબંધારણીય છે. જૂનો કાયદો છે કે ધાર્મિક સંસ્થાનોના મૂળભૂત સ્ટ્રક્ચરમાં કોઈ બદલાવ કરાશે નહીં તો પછી કઈ રીતે આ નિર્ણય લેવાય તે અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. મદ્રસામાં રાષ્ટ્રીય ગાન ગાવાને ફરજીયાત કરવાના નિર્ણય ઉપર ઓવેસીએ આરએસએસ પર નિશાન તાકતા જણાવ્યું કે રાષ્ટ્રીય ગાન ગાવા ઉપર કોણ ના પાડી શકે ? પણ નવી નવી આવેલી RSS અમને શીખવશે એમ કહીને પ્રશ્નો કર્યા હતા. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં ઓવૈસી અમદાવાદ આવ્યા હતા.
તો બીજી બાજુ કોંગ્રેસના કેટલાક મુસ્લિમ ધારાસભ્યો ઔવેસીની પાર્ટીને ભાજપની બી ટીમ સાબીત કરવા માટે મેદાનમાં આવી ગયા છે. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પોતાના વિસ્તારના 4 હજાર કાર્યકરોની યાદી તૈયાર કરી છે. પ્રચાર માટેનું સાહિત્ય પણ તેઓએ તૈયાર કરી દીધું છે. જો કે, તેઓની તમામ તૈયારીને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. તો ઓવેસી પર આકરા પ્રહાર કરતા ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે ઓવૈસી ભાજપની B ટીમ છે હાલ ગુજરાતમાં તે પ્રચાર કરી રહ્યા છે.