ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ સમીકરણ સતત બદલાઈ રહ્યા છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ જાહેર કર્યું છે કે તેમનો પક્ષ ઓમ પ્રકાશ રાજભરના સંકલ્પ મોરચા સાથે છે. અન્ય પક્ષ કે ગઠબંધન વિષે કોઈ વાત થઇ નથી. તેમણે કહ્યું કે, “અમે 100 બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખીશું. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરીને ઉમેદવારોને અરજીપત્રો પણ જારી કરી દીધા છે.”
તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “અમે ઓમ પ્રકાશ રાજભર સાહેબના ભાગીદારી સંકલ્પ મોરચા સાથે છીએ. અમે અન્ય કોઈ પક્ષ સાથે વાતચીત નથી કરી રહ્યા.”