નીરજ ચોપરાને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, આ 8 સ્પોર્ટ્સ દિગ્ગજોને પણ મળ્યું સન્માન

| Updated: January 25, 2022 9:18 pm

ભારત સરકારે મંગળવારે (25 જાન્યુઆરી) ના રોજ 128 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ સર્જનાર નીરજ ચોપરા સહિત રમતના 9 દિગ્ગજોના નામ સામેલ છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરતા ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યા છે. 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.

સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પદ્મશ્રી પુરસ્કાર પહેલા ભારત સરકારે પણ તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ નીરજ ચોપરાને 73માં ગણતંત્ર દિવસના અવસર પર સન્માનિત કરશે.

પદ્મ ભૂષણ

દેવેન્દ્ર ઝાઝરિયા, પેરાલિમ્પિક જેવલિન થ્રોઅર, રાજસ્થાન

પદ્મશ્રી

સુમિત અંતિલ, પેરાલિમ્પિક જેવલિન થ્રોઅર, હરિયાણા
પ્રમોદ ભગત, પેરાલિમ્પિક બેડમિન્ટન, ઓડિશા
નીરજ ચોપરા, જેવલિન થ્રોઅર, હરિયાણા
શંકરનારાયણ મેનન, માર્શલ આર્ટ્સ, કેરળ
ફૈઝલ ​​અલી ડાર, કુંગ-ફૂ, જમ્મુ અને કાશ્મીર
વંદના કટારિયા, હોકી, ઉત્તરાખંડ
અવની લેખરા, પેરાલિમ્પિક શૂટર, રાજસ્થાન
બ્રહ્માનંદ સાંખવાલકર, ફૂટબોલર, ગોવા

નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો

ટોક્યો ગેમ્સ નીરજની પ્રથમ ઓલિમ્પિક હતી. ટોક્યો ગેમ્સમાં નીરજે 87.58 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. આ સાથે તેણે ગોલ્ડ જીત્યો હતો. જો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો વિશે વાત કરીએ તો નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 88.07 મીટર છે. તેનું લક્ષ્ય 90 મીટર દૂર ભાલા ફેંકવાનું છે. નીરજ ચોપરા કોઈપણ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર બીજા ભારતીય બન્યા છે. તેના પહેલા અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં આ સિદ્ધિ મેળવી હતી.

Your email address will not be published.