પંચમહાલ: માતાના ખોળામાંથી દીપડો બાળકને ખેંચી ગયો, મળ્યો દીકરાનો મૃતદેહ

| Updated: July 31, 2022 1:25 pm

ગુજરાતમાં દીપડા અને સિંહોના આતંક વધી રહ્યો છો.આ આંતકના કારણે લોકોના જીવ પણ જઇ રહ્યા છે.આવો જ બનાવ પંચમહાલમાં સામે આવ્યો છે.જંગલ વિસ્તારમાં દીપડાનો આતંક વધી રહ્યો છે.પંચમહાલમાં આવેલ વાવકુંડલી ગામમાં 8 માસના બાળકને મળસ્કે સ્તનપાન કરાવતી માતાના ખોળામાંથી દીપડો ખેંચી ગયો હોવાની માહિતી મળી રહી છે.

સ્થાનિક લોકોએ જંગલમાં દોટ મૂકી બાળકની શોધખોળ આદરી હતી. પરંતુ તેઓ શોધવામાં નિષ્ફળ રહ્યા હતા અને જે બાદ વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વન વિભાગની ટીમ દ્રારા તપાસ કરતા જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં બાળકનો મૃતદેહ ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.

પંચમહાલના જંગલ વિસ્તારમાં દીપડાનો આતંક વધી રહ્યો છે આ આંતક એટલી હદ સુધી વધી રહ્યો છે કે લોકોના જીવ લઇ રહ્યા છે દીપડાઓ.પંચમહાલમાં આવેલ વાવકુંડલી ગામમાં કરુણ ધટના સામે આવી છે.8 માસના બાળકને સ્તનપાન કરાવતી માતાના ખોળામાંથી દીપડો ખેંચી ગયો હતો.

આ પરિવાર વાવકુંડલી ગામમાં કાળુભાઈ બારીયા ખેતીનું કામ સાચવાનું કામ કરે છે.તેઓ ખેતરમાં જ ઝુંપડુ બનવાની ત્યાંજ ખેતરમાં રહેતા હતા.

તેમનું નામ જશોદાબેન હતુ.જેઓ 8 મહિનાના બાળક મયુરે સ્તનપાન કરાવતા હતા તે સમયે દીપડો તેમના ધરમાં ધૂસી ગયો હતો અને તરાપ મારીને પુત્ર મયુરને ખેચી લીધો હતો.જશોદાબેને દીપડાના હુમલાથી બૂમો પાડી હતી અને જંગલમાં દીપડાની પાછળ દોટ પણ લગાવી હતી પરંતુ દીપડો મયુરને લઇને જંગલમાં નાસી ગયો હતો.

જશોદાબેનના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું પોતાના બાળકને પોતાની આંખે મોતને મોં માં જાતા જોઇ કોણમાં જોઇ શકે.

નાની ડુંગરી પરથી મયુરનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ દીપડાએ તેનું માથુ ફાડી ખાધુ હતુ

Your email address will not be published.