કોરોના મહામારીએ આયુર્વેદને બૂસ્ટર ડોઝ પીવડાવ્યો

| Updated: July 5, 2021 1:45 pm

દેશમાં કેન્દ્રિય આયુષ મંત્રાલય દ્વારા પ્રોત્સાહિત તથા તેની સહાયતા મેળવતું આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર અત્યારે ફૂલગુલાબી તેજીમાં છે. કોરોના રોગચાળા દ્વારા ઉભી થઇ રહેલી પરિસ્થિતિ વખતે તે મોટા ભાગની જરૂરિયાતોને સંતોષે છે. રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉત્પાદનોની વિશાળ શ્રેણી તથા તેના ફોર્મ્યુલેશન દ્વારા કોવિડ-19ના લક્ષણોમાં રાહત મળે છે. ઉધરસ, તાવ, ઝાડાની પરિસ્થિતિમાં તેની અસરકારકતાએ ગયા વર્ષે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેના કારણે તેમના ટર્નઓવરમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઇ છે.

1925થી અસ્તિત્વમાં રહેલી નહાર ફાર્માસ્યુટિકલ્સની ફેક્ટરી નવસારીથી 20 કિલોમીટર દૂર મરોલી તરફના માર્ગ પર 60,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલી છે. અહીં અત્યારે રાતદિવસ દવાઓનું ઉત્પાદન ચાલુ છે. આ ફેક્ટરીની સુવિધાઓને ઉત્પાદન એકમ અને સ્ટોરેજ એમ બે ભાગમાં વહેંચવામાં આવી છે. અહીં અસંખ્ય ઔષધિય છોડ અને અન્ય ઘટકોને ગોળીઓમાં પરિવર્તિત કરતા પહેલાં તેને પાવડરમાં રૂપાંતરિત કરવા માટે સૂકવવામાં આવે છે.

દીપક નહારના પિતા કસ્તુરચંદ નહારે ભારતની સ્વતંત્રતા અગાઉ આ કંપની સ્થાપી હતી. દીપક જણાવે છે કે, “અગાઉ પણ અમારે સતત ઉત્પાદન રહેતું હતું, પરંતુ રોગચાળાએ અમારા ઉત્પાદનને નોંધપાત્ર રીતે આગળ ધપાવ્યું છે. અમે આ વર્ષે માર્ચ મહિનામાં અમારા ટર્નઓવરમાં 15 ટકાનો વધારો નોંધાવ્યો હતો.”

પરંપરાગત અભિગમ સાથે વળગી રહેવાનું પસંદ કરતાં નહાર સામાન્ય શાસ્ત્રીય રચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ કહે છે, “અમે મોટાભાગનાં ઉત્પાદનોના નિર્માણ માટે આર્યભિષેક જેવા આયુર્વેદિક પુસ્તકોનો ઉપયોગ કરીએ છીએ. આ જૂની પદ્ધતિઓ છે જેમાં આધુનિક આયુર્વેદિક ફોર્મ્યુલેશનમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી તેની તુલનામાં ઘણા વધુ ઘટકોની જરૂર પડે છે.” આ દિવસોમાં તેના શ્રેષ્ઠ ઉત્પાદનોમાં ગિલોય ઉનવટી ગોળીઓ (ગિલોયના છોડમાંથી બને છે, જેને હાર્ટ-લીવ્ડ મૂનસીડ પણ કહેવામાં આવે છે) છે જે તાવ અને થાકનો ઉપચાર કરે છે. આ ઉપરાંત સપ્તપર્ણા ઘનવટી પણ છે જે ઝાડા, ત્વચા પર ફોલ્લીઓ અને શ્વાસ લેવાની તકલીફ હોય તો ઉત્તમ સારવાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

નહારે તેમની હાલની પ્રોડક્ટ લાઇન ચાલુ રાખી છે. અન્ય લોકોએ COVID-19 ના લક્ષણોને દૂર કરવા માટે કસ્ટમ બનાવટની ફોર્મ્યુલેશન સાથે આવવાનું શરૂ કર્યું છે. 1992માં સુરતમાં જાણીતા આયુર્વેદ પ્રેક્ટિશનર ડો .સંદીપ પટેલના ક્લિનિકની સહાયતા રૂપે સ્થાપિત આયુરસન ફાર્માસ્યુટિકલ્સ કંપની આવી જ એક કંપની છે. આ વર્ષે માર્ચમાં, તેમણે ઓક્સિજન વધારવા માટે આયુર્વેદિક દવા રજુ કરી. પોસ્ટ-કોવિડ સમસ્યા તરીકે ઘણા લોકોનું લોહી ગંઠાઇ જતું હોય છે. કંપનીએ એપ્રિલમાં ઇન્ફેક્ટીન (લોહી પાતળું કરવાનની દવા) વિકસાવી. આયુરસનના માર્કેટિંગ હેડ આદિત્ય પંડિત કહે છે. “અમારું હાલનું ધ્યાન COVID-19ની ત્રીજી લહેર માટે દવાઓ તૈયાર કરવાનું અને લાઇસન્સ મળતાની સાથે જ તેમને શરૂ કરવાનું છે.” કંપની સમગ્ર દેશમાં તેના વિતરણ નેટવર્ક દ્વારા 700 થી વધુ ઉત્પાદનોની શ્રેણીની રચના કરી રહી છે. આયુષ મંત્રાલય દ્વારા આ ક્ષેત્રમાં આપવામાં આવતી સમર્થનથી શક્તિ પણ પ્રાપ્ત થઇ રહી છે .

કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને કેન્દ્રિય પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં કોરોનિલની પ્રતિરક્ષા બૂસ્ટર લોન્ચ કરી હતી. તેના દ્વારા માત્ર પતંજલિ જ નહીં, નાની કંપનીઓનો પણ વિકાસ થયો છે. યોગગુરુ દ્વારા સંચાલિત આ કંપની એન્ટી-બેક્ટેરિયલ હેન્ડ સેનિટાઇઝર્સના વેચાણ દ્વારા પણ જંગી કમાણી કરી રહી છે.  બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ ટોફલરના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં પતંજલિનું ટર્નઓવર 21 ટકા વધ્યું હતું.

ઇમામીની માલિકીની બ્રાન્ડ ઝંડુએ ડાયાબિટીસના દર્દીઓ માટે વિશેષ ગોળીઓ ઉપરાંત વિવિધ વય જૂથના લોકો માટે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર કીટ પણ રજૂ કરી છે. ગયા નાણાકીય વર્ષમાં તેને 87.73 કરોડનો ચોખ્ખો નફો થયો છે. તેવી જ રીતે શ્રી વૈધનાથ આયુર્વેદ ભવને પણ 2020 દરમિયાન તેની સંપત્તિમાં 7.17 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ટોફલરના જણાવ્યા મુજબ તેના અશ્વગંધારિષ્ઠા, ચ્યવનપ્રશ અને અન્ય હર્બલ જ્યુસ બજારમાં ખૂબ વેચાય છે. નાણાકીય વર્ષ 2020-21માં આ ક્ષેત્રની સૌથી જૂની કંપનીઓ પૈકી એક ડાબર ઈન્ડિયાએ તેના ટર્નઓવરમાં 30.35 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. ડાબરનો ચોખ્ખો નફો લગભગ 17 ટકા વધીને 300 કરોડ રૂપિયા થયો હતો. કંપનીની ચ્યવનપ્રશ બ્રાન્ડને Covid-19 સામે રક્ષણાત્મક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

આરોગ્ય અંગેની બીક બતાવી આયુર્વેદિક પ્રેક્ટિશનરો સિવાયની કંપનીઓ પણ પોતાના ફોર્મ્યુલેશન દ્વારા નફો રળી રહ્યા છે. આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કૃષ્ણપટ્ટનમ નામના ગામમાં  ડૉક્ટર બી અનંદૈયાએ એપ્રિલમાં COVID-19 ના ઉપચાર માટે આયુર્વેદિક “જાદુઈ દવા” બનાવી હોવાનો દાવો કર્યો હતો અને મોટી સંખ્યામાં લોકોને એકત્ર કર્યા હતા.

Your email address will not be published.