ખોખરામાં પતિ તારી સાથે જ છે તેમ કહીને પરિણીતા અને તેના પરિવારે યુવતીને ઢોર માર માર્યો

| Updated: May 10, 2022 8:21 pm

જશોદાનગર ખાતે રહેતી પરિણીતાનો પતિ ગુમ થઇ ગયો જેથી તે કોર્ટના માણસો લઇ તેની સાથે અગાઉ રહેતી હતી તે યુવતીના ઘરે પહોચી ગઇ હતી. મૈત્રી કરાર સાથે અગાઉ રહેતી યુવતીએ ના પાડી કે તારો પતિ અહિ નથી છતાં આવેલી પત્ની અને તેના પરિવારે યુવતીને માર માર્યો હતો. આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

ખોખરા વિસ્તારમાં 27 વર્ષીય રાધિકાબહેન માતા પિતા અને ભાઇ સાથે રહે છે. વર્ષ 2014માં અમરાઈવાડી દ્વારકાનગરમાં રહેતા ભુપેન્દ્ર ખટીક સાથે મૈત્રી કરાર થયા હતા અને તેની સાથે રહેતા હતા તે દરમિયાન એક દિકરાએ જન્મ લીધો હતો. બાદમાં ભુપેન્દ્ર સાથે ઝઘડા વધી જતાં છેલ્લા બે વર્ષથી રાધિકાબહેન તેના માતા પિતા સાથે રહે છે. બાદમાં ભુપેન્દ્રએ નિરાલી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. 9 મેના રોજ સવારના આશરે પોણા બાર વાગ્યે રાધિકાબહેન ઘરે એકલા હતા. આ દરમિયાન નિરાલી, તેનો ભાઇ અને તેના પિતા કોર્ટના માણસો સાથે આવ્યા હતા. આ લોકો રાધીકાબહેનને કહેવા લાગ્યા હતા કે, ભુપેન્દ્ર ક્યા છે.

છેલ્લા બે વર્ષથી તેનાથી અલગ રહે છે તે કયા છે તેની મને ખબર નથી. તેમ રાધીકાએ જણાવ્યુ હતુ. જેથી કોર્ટના માણસો જતા રહ્યા હતા. બાદમાં નિરાલી ઉશ્કેરાઇ હતી અને તું જ ભુપેન્દ્રને રાખીને બેઠી છે તેમ કહી જોરજોરથી બોલવા લાગ્યા હતા. રાધીકાએ શાંતિથી વાત કરવા જણાવ્યુ હતુ. જેથી નિરાલી વધુ ઉશ્કેરાઇ ગઇ અને ગાળો બોલાવા લાગી હતી.

આ દરમિયાનમાં નિરાલીનો ભાઇ પણ ઉશ્કેરાઇ ગયો અને તેણે ડાબા ગાલ પર એક લાફો મારી દીધો હતો. આ દરમિયાન તેઓ મારા મારી કરવા લાગ્યા હતા રાધીકાએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને રાધીકાબહેનને બચાવી લીધા હતા. આજે તો તુ બચી ગઇ છે પરંતુ ભુપેન્દ્ર સાથે રહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે ખોખરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.