Site icon Vibes Of India

WhatsApp પર પાર્ટનર કલાકો Onlineરહે છે? જાણો આ ટિપ્સથી કોની જોડે કરે છે વધુ વાત

આજના સમયમાં બધા સોશિયલ મીડિયામાં ખૂબ વાપરતા જોવા મળે છે.અને તેને લઇને એપ પર પણ ધણા અપડેટ આવતા રહે છે.આજે અમે તમને જણાવીશું કે તમે તમારા પાર્ટનર ના ફોનમાં જાણી શકશો કે કોની સાથે વધુ વાત કરે છે.

ભારત સહિત અનેક દેશો WhatsApp વાપરાશકર્તાની સંખ્યા ખુબ વધુ જોવા મળે છે.આ સાથે આજે તમને અમે બતાવીશું કે કેવી રીતે જાણી શકશો કે તમારા પાર્ટનરકોની સાથે વાત કરે છે.
તમારે તેના માટે પાંચ ટીપ્સ ફોલો કરવાની રહેશે માત્ર.લોકો ફોન ખોલતાની સાથે જ WhatsApp ખોલતા હોય છે આથી તે ભારતમાં સૌથી વધુ વપરાશ કરાતી એપ જોવા મળે છે.

હવે જાણે તમારો પાર્ટનરકોની સાથે વાત કરે છે માત્ર આ ટિપ્સથી.

પહેલા તમે WhatsApp ખોલો અને ઉપર દર્શાવેલ ત્રણ ડોટ પર ટચ કરો.ત્યાર બાદ ત્યાંથી સેટિંગ્સ પર ટચ કરો, જ્યાં તમને ઘણા વિકલ્પો જોવા મળશે.અને આ સાથે ત્યાં તમને Storage and Data નામનો વિકલ્પ જોવા મળશે અને તેના પર ક્લિક કરો.તેને ખોલતાની સાથે ઘણા વિકલ્પો જોવા મળશે, ત્યાં તમારે મેનેજ સ્ટોરેજ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર બાદ તમે બધી માહિતી ત્યા તમારી સામે હશે.તમે જેની સાથે વધુ વાત કરતા હશો તેનું નામ પહેલા જોવા મળશે અને તેને લઇને તમે જાણી શકશો કે કેવી રીતે તમે તમારા પાર્ટનર કોની સાથે વાત કરે છે તે જાણી શકશો.