પારુલ યુનિવર્સિટીએ કોરોનાથી સુરક્ષા ઇચ્છતા વિદ્યાર્થીઓને બરતરફ અને સસ્પેન્ડ કર્યા

| Updated: January 13, 2022 8:26 am

પારુલ યુનિવર્સિટી પહેલાથી જ કોવિડ સુરક્ષાની માંગ કરતા વિદ્યાર્થીઓને માર મારવા માટે ચર્ચામાં છે ત્યારે આ જ મુદ્દે વધુ ધ્યાન ખેંચે તેવી બાબતો બહાર આવી છે, કારણ કે યુનિવર્સિટીએ કેમ્પસમાં શારીરિક રીતે હાજર રહેવાને બદલે ઑનલાઇન વર્ગોની માંગ કરનારા સાત વિદ્યાર્થીઓને બરતરફ કરી દીધા છે અને 40 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. વાઇબ્સ ઓફ ઇન્ડીયા સાથેની વાતચીતમાં વિદ્યાર્થીઓ દાવો કરે છે કે ઓછામાં ઓછા 150 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમણે વધુમાં કહ્યું છે કે યુનિવર્સિટી ખૂબ જ સરમુખત્યારશાહી રીતે વર્તે છે. અમે જે કર્યું તે કોરાનાની સુરક્ષા માટે હતું અને અમે વિનંતી કરી હતી કે અમારે ઑનલાઇન અભ્યાસ કરવો છે. પહેલા, યુનિવર્સિટીએ અમને મારવા માટે કેમ્પસમાં સિક્યોરિટી મોકલ્યા, હવે તેઓએ અમને સસ્પેન્ડ કરી દીધા છે”,

કેમ્પસમાં કોવિડ-19ના કેસો સતત નોંધાઈ રહ્યા હતા અને સંસ્થા સંપૂર્ણપણે ઑફલાઇન કામ કરી રહી હતી. વિદ્યાર્થીઓ કેસોની વધતી સંખ્યાથી ચિંતિત હતા અને તેમના પ્રોફેસરો સાથે આ અંગે વાત કરી હતી.

પારુલ યુનિવર્સિટી તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ઓનલાઈન અભ્યાસ માટે વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાકર્મીઓએ હિંસક રીતે તેમને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજ્યમાં 43,724 કેસ સાથે કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં 9941 નવા કેસ નોંધાયા છે.

પારુલ યુનિવર્સિટીએ કેમ્પસમાં 28,000 વિદ્યાર્થીઓ સાથેની 32 સંલગ્ન કોલેજોમાંથી દરેકમાંથી લગભગ નવા કેસ બહાર આવતાં હોવા છતાં ઑફલાઇન કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાની સતત અવગણના કરવામાં આવી રહી છે. અને જ્યારે વિદ્યાર્થીઓ તેમની ચિંતાઓ રજૂ કરે છે, ત્યારે તેમનું શિક્ષણ જોખમમાં મુકાય છે. એટલું જ નહીં, પારુલ યુનિવર્સિટીએ 17મી જાન્યુઆરી 2022ના રોજ યોજાનારી ઑફલાઇન પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે.

પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કહ્યું વાઇબ્સ ઓફ ઇન્ડીયાને કહ્યું હતું કે તેઓ ભયભીત છે કારણ કે એમ્બ્યુલન્સ કેમ્પસમાં આવતી-જતી રહે છે. તેમના સ્વાસ્થ્ય અને સલામતી માટે ભયભીત છે, તેઓ તેમના પ્રોફેસરો અને એચઓડીને પણ મળ્યા હતા પરંતુ આખરે તેમને નિરાશા જ મળી હતી.

યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કહ્યું.કે “યુનિવર્સિટીએ અમને કહ્યું હતું કે ત્યાં ફક્ત ચાર કેસ હતા, પરંતુ માત્ર એક વિભાગમાંથી ચાર કેસ નોંધાયા હતા. દરરોજ, એક વિદ્યાર્થી કે જેની સાથે અમે બેસતા હતા, તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, ” વિદ્યાર્થીઓ દરરોજ પ્રોફેસરો અને એચઓડીને વિનંતી કરે છે પણ તેનો કોઇ જ ફાયદો નથી. વિદ્યાર્થીઓએ સોમવારે ઓનલાઈન ક્લાસના વિકલ્પ માટે કેમ્પસમાં વિરોધ કર્યો હતો પરંતુ મેનેજમેન્ટે કોઈ ધ્યાન આપ્યું ન હતું. ઑફલાઇન ક્લાસનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ગાર્ડે હિંસક વર્તન કર્યું હતું.

એક પીડિત વિદ્યાર્થીએ કહ્યું, “જ્યારે અમે યુનિવર્સિટી સામે વિરોધ કર્યો, ત્યારે સુરક્ષાકર્મીઓએ અમારા પર હિંસક હુમલો કર્યો.” વિવાદો માટે જાણીતી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળી ન હતી પરંતુ તેના બદલે 40 વિદ્યાર્થીઓની સસ્પેન્શન યાદી બહાર પાડી હતી જેમને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીએ વાઇબ્સ ઓફ ઇન્ડીયાને કહ્યું, “જ્યારે મેનેજમેન્ટે અમારી ફરિયાદ પર ધ્યાન આપવાને બદલે સસ્પેન્શન લિસ્ટ બહાર પાડ્યું ત્યારે અમે ચોંકી ગયા.”

અંતિમ વર્ષના વિદ્યાર્થીએ કહ્યું હતું કે “ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) એ પરીક્ષાઓ મુલત્વી રાખી છે, અમારી યુનિવર્સિટી તે કરી શકી હોત,” સસ્પેન્ડ કરાયેલા દરેક વિદ્યાર્થીઓએ રૂ. 2000/-નો દંડ ભરવો પડશે. પરિપત્રમાં વિદ્યાર્થીઓને ઉલ્લેખીને લખ્યું છે કે “ઉપરોક્ત સૂચિ મુજબના વિદ્યાર્થીઓ અનુશાસનહીન કૃત્યોમાં સંડોવાયેલા, યુનિવર્સિટીની મિલકતને નુકસાન પહોંચાડવા અને યુનિવર્સિટીની છબીને બદનામ કરવા માટે અને દંડ ભરવા માટે જવાબદાર છે.

જ્યારે આ અંગે પારુલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.એમ.એન.પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે વર્ગો અને પરીક્ષાઓ ઑફલાઇન લેવાશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગમે તે થાય, અમે પરીક્ષાઓ યોજીશું જ્યાં શારીરિક હાજરી ફરજિયાત હશે. અમે ઓનલાઈન પરીક્ષામાં માનતા નથી. જ્યારે સસ્પેન્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે પટેલે કહ્યું, “હા ચોક્કસ, અમે સાત વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કર્યા છે અને 40ને સસ્પેન્ડ કર્યા છે; જો યુનિવર્સિટી સરકારની ગાઈડલાઈનનું પાલન કરતી હોય છતાં કોલેજની પ્રતિષ્ઠાને બગાડાતી હોય અને વિદ્યાર્થીઓ બિનજરૂરી અફવાઓ ફેલાવતા હોય તો તેને સાંખી લેવામાં આવશે નહીં.” તેમણે ચેતવણી આપી હતી કે અન્ય કોઈપણ વિદ્યાર્થી જે યુનિવર્સિટીના નિયમોનું પાલન નહી કરે તેમને પણ સસ્પેશન માટે તૈયાર રહેવું પડશે. અમે સરકારી નિયમોનું ઉલ્લંઘન નથી કરી રહ્યા. અમે એક ખાનગી યુનિવર્સિટી છીએ અને અમે જે ઈચ્છીએ તે કરી શકીએ છીએ.”

રસપ્રદ વાતતો એ છે કે, સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. નિશાંતકુમાર ઝા નામના વિદ્યાર્થીએ કહ્યું હતું કે 2021માં બેચલર ઓફ આર્ટસ – માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.છતાં સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓના લીસ્ટમાં મારો નંબર પણ સામેલ છે અને ડિગ્રી પુરી કર્યા બાદ હું કયારેય કેમ્પસમાં પ્રવેશ્યો નથી. તેણે વધુમાં કહ્યું હતું કે “હું હાલમાં એમએસયુ વડોદરામાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો છું મને એક મિત્ર દ્વારા સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીના લીસ્ટમાં મારુ પણ નામ હોવાનું જાણવા મળ્યું,હતું” આઇઆઇએમ અમદાવાદ, સેપ્ટ, અને જીટીયુ જેવી જાણીતી સંસ્થાઓ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ પસંદ કર્યો છે, પરંતુ પારુલ યુનિવર્સિટી દ્રારા તેનો ઇન્કાર કરાઇ રહ્યો છે

Post a Comments

1 Comment

  1. Ujjaval

    Still dispite of having too many cases parul University is taking offline examination and they are not taking responsibility of their students and they are not putting the cases out of University as they are too good to hide things
    Even MSU is conducting examination online and classes too and we can’t complain because they will suspend us and we have filled consent form in which it is written that University take no responsibility on students safety

Your email address will not be published.