રાજકોટની ઇન્ડસ્ટ્રીમાંથી AK-47 તથા AK-56ના પાટ્સ મોટી સંખ્યામાં વિદેશ મોકલાયા

| Updated: February 28, 2022 3:42 pm

રાજકોટના અધિકારીઓ અને ક્રાઇમ તોડમાં વ્યસ્ત તેમના નાક નીચેથી હથિયારોની મોટાપાયે ડીલિવરી થઇ
હજુ સુધી હથિયારના પાર્ટસ બનાવતી રાજકોટની ઇન્ડસ્ટ્રી શોધી શકાઇ નથી, એજન્સીઓ પણ અંધારામાં રહી

અમદાવાદ: યમનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં હથિયારો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે જેથી તેમને હથિયારોમાં અનેક પાર્ટની વારંવાર જરૂર હોય છે જે પાર્ટ અમદાવાદ બનાવડાવવામાં આવતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે પરંતુ યમનના ભેજાબાજ શખસે રાજકોટમાં અગાઉ આવી AK-47 તથા AK-56ના પાર્ટસ તેના સાગરીત દ્વારા બનાવી મોકલી આપ્યા હતા. રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચ તોડ કાંડમાં વ્યસ્ત હતી ત્યારે કુરીયર દ્વારા તેની ડિલીવરી પણ થઇ ગઇ હતી. આમ રાજ્યની ઝાંબાજ એજન્સીઓના નાક નીચેથી હથિયાર જતાં રહ્યા હતા. જોકે ક્રાઇમ બ્રાંચ કુરિયર કંપની પાસે વિગતો મંગાવી છે અને ક્યા હથિયાર બનાવ્યા અને ક્યા ક્યા ડિલિવરી થઇ તેની શોધખોળ હાથ ધરાઇ છે. રાજકોટમાં AK-47 તથા AK-56ના પાર્ટસ બની જેતે જગ્યા પર પહોચી ગયા બાદ આખરે અમદાવાદમાં તેની શરુઆત કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અબ્દુલઅજીજ યાડ્યા મોહમ્મદ અલઅઝઝાની (ઉવ.36 રહે.રદા અલબેંધાણ યમન)ને અમદાવાદથી ઝડપી લીધો હતો. તેની ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, તેને અમદાવાદ ઉપરાંત રાજકોટની જુદી-જુદી ઈન્ડસ્ટ્રીમાં એક સાગરીત મારફતે AK-47 તથા AK-56ના પાર્ટ્સ તૈયાર કરાવ્યા હતા. કુરીયર કંપની મારફતે યમન તેના મિત્રને પહોંચાડ્યા હતા.

આરોપી અબ્દુલઅજીજે અમદાવાદની અલગ અલગ જીઆઇડીસીમાં AK-47 અને તેનાથી હાઈ રેંજની રાયફલ બનાવવા માટે પ્રયાસો કર્યા હતા. તેમાં જીઆઇડીસીની અનેક ફેકટરીઓના માલિકો સહિત મેનેજરો સાથે સંપર્ક કર્યો હતો. અબ્દુલઅજીજ પોતે રૂપિયા કમાવવા માટે ખતરનાક પ્લાન બનાવ્યો હતો અને તેના મિત્ર મુનીર મોહમંદ કાસીમ (રહે.ધમર સીટી યમન) કહેવાથી ફેબ્રુઆરીમાં અમદાવાદ આવી ગયો હતો અને નિકોલ રીંગરોડ પાસે આવેલી હોટલ સ્કાય ઇનટુ ના રૂમ નં.211 માં રોકાયો હતો. અબદુલઅજીજ રોકાતો અને હથિયારના પાર્ટસ બનાવવા માટે સામાન ખરીદતો અને ફેકટરીઓમાં તેના પાર્ટસ બનાવડાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્યારે યમનના અબ્દુલઅજીજની ધરપકડ કરી ત્યારે તેની પાસે હોટલના રૂમમાંથી રાયફલના અલગ અલગ પાર્ટસ, રાયફલના પાર્ટસ બનાવવાના કૌમ્યુટર રાઇઝ5 ગ્રાફીકસ, એંજીનીયરીંગ કંપનીના અલગ અલગ કૅટલોગ પણ મળી આવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચે પકડેલા આરોપી અબ્દુલઅજીજ પાસે રાયફલના પાર્ટસ પોતાના પાસે રાખવાનુ કે ખરીદ વૈયાણ કરવાનું લાઇસન્સ ન હતુ. તેમજ આ રાયફલના પાર્ટસ આયાત નિકાસ કરવાનું કોઇ લાયસન્સ પણ ન હતુ. આરોપી આ રાયફલના પાર્ટસ ભારતમાં બનાવી યમનમાં તેના મિત્ર મુનીર મોહમેદકાસીમને મોકલતો હોવાની કબુલાત કરી હતી. બંનેએ એકબીજાની મદદગારીથી ગુનાહીત કાવતરૂ રચ્યું હતું. આ આરોપીએ અત્યાર સુધી કેટલા હથિયારના પાર્ટ બહાર મિકલ્યા તેની તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીને રાજકોટનો ટ્રાન્સલેટર મળ્યો હતો જેણે અમદાવાદની જીઆઇડીસીમાં આ હથિયારના પાર્ટ બનાવતા હતા જેની ડાઈસ પણ મળી આવી છે. તેમનો નાગરિક મુંબઈમાં આવ્યા બાદ જ્યારે રોકાયો હતો અને જે લોકોના સંપર્કમાં આવ્યો હતો તે તમામ લોકોના નિવેદન અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ લીધા છે.

આ અંગે ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યુ હતુ કે, આરોપીએ પમ્પ લીધા હતા અનેક પાર્ટસ બનાવ્યા છે. રાજકોટના શખસને હથિયાર બનાવવા માટે ગેસ પાઇપ પણ આપી મદદ કરી હતી. આરોપીએ ડીએચએલ કુરિયર મારફતે જ હથિયારોના પાર્ટસ મોકલી આપ્યા હોવાની કબુલાત પણ કરી હતી.

આરોપીએ રાજકોટમાં બનાવેલા પાર્ટસ ડીલીવર કરી દીધા છે હવે તેની ઉંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે. રાજકોટની જુદી-જુદી ઇન્ડસ્ટ્રીમાં યમનના નાગરિકે જુદા જુદા ઓર્ડર આપીને ઘાતક રાઇફલના જુદા જુદા પાર્ટ્સ તૈયાર કરાવ્યા હતા જે તેણે કુરિયર મારફતે અમને પહોંચાડી પણ દીધા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ અને હથીયારોની તપાસ કરતી એટીએસ જેવી એજન્સીઓ પણ આ ગંભીર પ્રવૃત્તિ પરથી બે ધ્યાન રહી તે ગંભીર બાબત હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. જોકે રાજકોટ પોલીસ તોડ પ્રકરણમાં પોતાના જ બચાવમાંથી ઉંચી આવી નથી ત્યારે અન્ય પ્રવૃતિ પર કેવી રીતે ધ્યાન આપે તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે એજન્સીઓ પણ અન્ય રસધરાવતા ગુનામાં ધ્યાન આપવા લાગી છે આવા ગંભીર ગુનામાં પોલીસ કેમ સક્રીય ન રહી તે ચર્ચાનો વિષય બન્યો છે.

અમદાવાદમાં પકડાયેલા પાર્ટસ ક્યા બન્યા

અમદાવાદની હોટલમાં અબ્દુલ જ્યારે પકડાયો ત્યારે હોટલામાંથી તેની પાસે મળી આવેલી ડાઇઝ અને અન્ય પાર્ટસ અમદાવાદની કંઇ ફેકટરીઓમાં બન્યા છે તે હજુ સુધી પોલીસ શોધી શકી નથી. ચોક્કસ પણ તેને જતા રોકી લેવાયા છે પરંતુ તે બન્યા ક્યા અને કોની મદદગારી મળી તે હજુ સુધી શોધી શકાયું નથી. બીજી તરફ રાજકોટની ફેકટરીઓ પણ પોલીસને મળી રહી નથી. જોકે હજુ સુધી ડીએચએફએલએ હથિયારો ક્યા ડિલીવર કર્યા તે પણ હજુ સુધી પોલીસને ન જણાવ્યું હોવાનુ બહાર આવ્યું છે.

રાજકોટ કે અન્ય શહેરોમાં બનાવેલા પાર્ટસ કે હથિયાર વેચ્યા

રાજકોટ, અમદાવાદમાં યમનનો અબ્દુલઅજીજ તેના સાગરીતો અને અન્ય લોકોના સંપર્કમાં આવ્યો હતો. હવે તેણે રાજકોટ, અમદાવાદ સહિત અન્ય ક્યા ક્યા આ હથિયારોના પાર્ટસ કે હથિયાર બનાવી વેચાણ તો કર્યા નથી ને તે અંગે પણ ક્રાઇમ બ્રાંચે આરોપીની સઘન પુછપરછ હાથ ધરી છે. જોકે હજુ સુધી ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોમાં હથિયાર કે પાર્ટસ વેચ્યા હોવાનુ ખુલ્યું નથી.

પોતાના પિતાના મેડિકલ ગ્રાઉન્ડ પર વિઝા મેળવતો

યમનનો રહેવાસી અબ્દુલઅજીજ તેના પિતાની સારવાર ગુજરાતમાં કરાવતો હતો. તેથી પિતાના મેડીકલ ગ્રાઉન્ડ ઉપર મેડીકલ વિઝા મેળવી ભારત આવ્યો હતો. જોકે અત્યાર સુધીમાં બે વખત કરતા વધુ વખત ગુજરાત આવી ચુક્યો છે. તે રાજકોટ અને અમદાવાદ રોકાયો હોવાનુ બહાર આવ્યું છે. અન્ય ક્યા ક્યા રોકાયો હતો તેની તપાસ હાથ ધરાઇ છે. જોકે સારવાર કરાવી તેના પિતા પરત જતા રહ્યા બાદ પણ તે અમદાવાદની અલગ અલગ જીઆઇડીસીમાં AK-47 અને તેનાથી હાઈરેંજની રાયફલ બનાવવા માટે ફર્યો હતો.

Your email address will not be published.