રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને કચ્છીઓ માટેના IAS ટ્રેનિંગ સેન્ટરનું પાટીલના હસ્તે ઉદઘાટન

| Updated: May 14, 2022 3:32 pm

ભુજઃ ભુજ-કચ્છ જૈન સમાજ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે તેરા તુજ કો અર્પણ ટ્રસ્ટના ઉપક્રમે તપાગચ્છધિપતિ આચાર્ય મનોહર કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ તેમજ જશવંતભાઈ કલ્યાણજીભાઈ ગાંધી આઇએએસ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા 740 કિટ કુપોષિત બાળકોને આપવામાં આવી હતી. તેની સાથે પશુ એમ્બ્યુલન્સની પણ અર્પણવિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, કચ્છના લોકો નાના મોટા વેપાર સાથે જોડાયેલા હોય છે પરંતુ દેશ કે વિદેશમાં વસતા કચ્છી ભાઇ-બહેનોને જયારે કચ્છની હાકલ થાય ત્યારે મદદ માટે સૌથી પહેલા આગળ આવે છે. ક્ચ્છમાં જયારે ઘરતીકંપ આવ્યો ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છના ભાઇ-બહેનોએ અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવાની શરૂઆત ઝડપથી કરી હતી.

ભૂંકપ પછી તે સમયના તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ સાહેબે કચ્છનો ખૂબ ઝડપથી વિકાસ કર્યો અને આજે કચ્છ વિકાસની હરળફાળ ભરી રહ્યું છે. આજે અંહી IAS ટ્રેનિંગ સેન્ટર બન્યું છે ત્યારે વેપાર-ઉદ્યોગ નહી, પરંતુ એજ્યુકેશનના ક્ષેત્રમાં અને સિવિલ સર્વિસમાં પણ કચ્છમાંથી યોગદાન થાય તે માટે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે જેનાથી અંહીના યુવાનોને ખૂબ લાભ મળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મુખ્યમંત્રીની જવાબદારી સમયે જો કોઇ વિસ્તારની સૌથી વધુ મુલાકાત લીધી હોય તો તેમાં કચ્છનું નામ પહેલા આવે.

જૈન સમાજ સતત સેવાકીય પ્રવૃતિ કરતો હોય છે . વડાપ્રધાનશ્રી મોદી સાહેબની દેશમાં સુપોષિત કરવાની હાકલ બાદ ગુજરાત પ્રદેશ એકમ દ્વારા પણ રાજય સરકાર સાથે મળી ત્રણ મહિનામાં કુપોષિત બાળકોને સુપોષિત કરવાનું આયોજન કર્યુ છે. કાર્યક્રમમાં જૈન સમાજના આગેવાનોને પણ સી.આર.પાટીલ સાહેબે એક કુપોષિત બાળકને દત્તક લેવા હાંકલ કરી.

Your email address will not be published.