કોરોના ટેસ્ટમાં લોકો થયા જાગૃત: એક દિવસમાં રોજની એક હજાર કીટ વેચાતી હવે 15 હજાર વેચાય છે

| Updated: January 22, 2022 7:09 pm

ભારત સાથે અનેક દેશોમાં કોરોનાએ આંતક ફેલાવ્યો છે.ભારતના અનેક રાજયમાં કોરોનાએ પોતાની હરણ ફાળ ભરી છે અને તેની લઇને લોકો સાથે સરકાર પણ ચિંતામાં જોવા મળી રહી છે.

કોરોના કેસોમાં વધારો થતા લોકો હવે સરળતાથી ધરેથી જ ટેસ્ટ કરાવા તરફ વળ્યા છે.લોકો હવે કીટ ધરે લઇ આવે છે અને તેની સાથે જ ધરેથી જ ટેસ્ટ કરાવે છે જેના કારણે હોમ ટેસ્ટીગ કિટમાં વધારો જોવા મળી રહ્યો છે.ICMR દ્વારા આ ટેસ્ટ કીટને મંજુરી અપવામાં આવી છે અને ત્યાર પછી લોકો આ કિટ તરફ વળ્યા છે.

લોકો ઘરેજ કોરોનાના ટેસ્ટ કરી રહ્યાં છે.અને તેને લઇને તેના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે રોજની 15 હજાર કીટ મેડિકલ સ્ટોરમાંથી વેચાઈ રહી છે આની સાથે જો પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો કેસની સંખ્યામાં મોટો વધારો નોંધાઈ શકે છે.

કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ખૂબજ ડરાવી રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યું છે અને આ સાથે જ કોરોના હવે ખૂબ ડરાવનો બન્યો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે ધરે જ કીટ લઇને ટેસ્ટ કરાવી રહ્યા છે લોકો.આ કીટનો સક્સેસ રેટ 95 ટકા જોવા મળી રહ્યો છે.

લોકોમાં જાગૃતિ આવી હોવાના કારણે આ કીટનો ઉપયોગ કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે અને તેની સાથે જો અચાનક વેચાણમાં ઉછાળો જે આવ્યો છે તે લોકોમાં આ કીટ વસાવી અને ધરે જ ટેસ્ટ કરીને જો પોઝિટિવ આવે તો ધરે જ સારવાર ધણા ખરા લોકો ધરેથી લઇ રહ્યા છે.બીજી બાજૂસરકારી સેન્ટર પર ભીડ એકત્ર કરવી એના કરતાં સેલ્ફ કીટથી ટેસ્ટ કરવો યોગ્ય કહી શકાય.

Your email address will not be published.