અમદાવાદ વન મોલ તેમજ ભઠીયાર ગલીમાં ગેરરીતિ કરતા 22 દુકાનદારો ઝડપાયા

| Updated: January 7, 2022 5:29 pm

રાજ્યના તોલમાપ વિભાગે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલ તેમજ ભઠીયાર ગલીમાં દરોડા પાડ્યા હતા. તોલમાપ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ વન મોલમાં ગેરરીતિ આચરવાની અનેક ફરીયાદો મળી હતી.

માટે રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વજન ઓછુ માપવું, મેનુકાર્ડમાં જથ્થો ન દર્શાવવો, વજનકાંટો ન રાખવો જેવી ગેરરીતિ કરતા વેપારીઓને દંડ ફટકાર્યો હતો.

જેના કારણે ભંવર કિરણ, ગુજ્જુ રાજભોગ, સુરુચિ ફૂડ, મોકટેલ શોટ્સ, પૂર્વી ધવલ શેઠ, ઢોસા એક્સ્પ્રેસ, યુનાઈટેડ હોસ્પિટાલિટી અને નેયા એન્ટરપ્રાઈઝને દંડ ફટકાર્યો હતો. ભઠીયાર ગલીમાં પાડવામાં આવેલા દરોડા વખતે ત્યાં 3 મહિલા ઈન્સ્પેક્ટર પણ હાજર હતા. પરંતુ વાતાવરણ તંગ બનતા ત્યાની સ્થાનિક પોલીસને પણ બોલાવાઈ હતી.

તે ઉપરાંત દરોડા વખતે ઇતિહાસમાં પહેલી વખત કાશીબેન વિઠ્ઠલભાઈ, શારદાબેન કહાર, પ્રવિણાબેન કહાર, લીલાબેન કહેર, ઇદાયત હુસૈન કુરેશી, ઈરફાન સોદાગર, આદીલ મહેમુદ કુરેશી, સબીક કુરેશી, મકવાણા અહેમદ હુસેન ગુલાબ મોહમદ અને દીલશાહ શેખને દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ મળીને કુલ 22 દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો છે.

Your email address will not be published.