કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા, આ શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર

| Updated: April 28, 2022 3:23 pm

રાજયમાં ગરમીમાં(temperature) સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે 5 દિવસની હવામાન વિભાગ દ્રારા આગાહી આપવામાં આવી છે રાજયમાં ધણા જિલ્લાઓમાં યલો એલેર્ટ આપવામાં આવ્યું છે.

આજે ધણા શહેરો અને ગામડાઓમાં તાપમાન (temperature)44 ડિગ્રીને પાર નોંધાવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો બપોર સુધીમાં 44ને પાર પારો પહોંચી ગયો છે આ સાથે અમરેલી,રાજકોટ અને જુનાગઢમાં પણ 44ની આસપાસ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી જોતા આગામી દિવસો દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી (temperature)કોઇ રાહત મળે તેવું જોવા મળી રહ્યું નથી અને જેના કારણે હજુ પણ ગરમી ઓછી થવાના સંકેતો જોવા મળી રહ્યા નથી અને તેને લઇને હવે હવામાન વિભાગ દ્રારા લોકોને ધરથી બહાર ન જવાની સુચના પણ આપવામાં આવી છે

ગરમી એટલી હદ સુધી વધી રહી છે કે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેની સાથે ગરમ પવન પણ ફુંકાઇ રહ્યો છે જેના કારણે લૂ લાગવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો-આ વેકેશનમાં પરીવાર માટે એકમાત્ર મનોરંજન “પેટીપેક”

ગરમીના (temperature)કારણે રસ્તા પર લોકોની અવર-જવર ઓછી જોવા મળી રહી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો ગરમ પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું જોવા મળી રહ્યું છે

સૌરાષ્ટ્ર, ગીર, સોમનાથ, વલસાડ, કચ્છ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતના શહેરોમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે.આજે અમદાવાદમાં 44 ડિગ્રીને પાર પારો પહોંચ્યો છે અને હજુ પણ પાંચ દિવસ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે.આ વર્ષના એપ્રિલમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

Your email address will not be published.