ખંભાતમાં મહિલાને કરાઈ તાલિબાની સજા; પીપળાના ઝાડ સાથે બાંધી માર્યો માર

| Updated: July 27, 2022 2:40 pm

આણંદ જિલ્લાના ખંભાતના (khambhat) અકબરપુરના ચુનારવાડ વિસ્તારની એક મહિલાને સ્થાનિક લોકોએ તાલિબાની સજા આપી છે. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ચુનારવાડમાં રહેતા એક સમાજ સેવિકાને લોકોએ પીપળાના ઝાડ સાથે બાંધી માર માર્યો હતો. લોકોનો દાવો છે કે મહિલાએ એકાદ વર્ષ પહેલા સુનિલ ઉર્ફે જાગો ચુનારા, કોકીલા મીના ચુનારાના બેંક ખાતા ખોલાવી આપ્યા હતા. આ ઉપરાંત બીજા કામ પણ કરાવી આપ્યા હતા. ત્યારબાદ મહિલાએ ગામના લોકોને શૌચાલય યોજના તેમજ વિધવા સહાયનો લાભ અપાવવાની વાત કરી હતી.

લોકોએ મહિલા પર સરકારી યોજનાના લાભ અપાવવાની લોભામણી લાલચો આપીને અનેક લોકોને ઠગ્યા હોવાનો આરોપ મૂક્યો છે. અનેકવાર લોભામણી લાલચ આપ્યા બાદ સ્થાનિકોને લાભ નહીં મળતાં મહિલાને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન લોકોએ મહિલાને અપશબ્દો પણ કહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે આણંદ ટાઉન પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આયશા જેવો કિસ્સો થતાં પહેલા લોકોએ પરિણીતાને બચાવી, માધવપુરા પોલીસે સાસરીયા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી

Your email address will not be published.