રિવરફ્રન્ટ પર યોજાનાર ફલાવર શો રદ્દ કરવા હાઇકોર્ટમાં પિટીશન

| Updated: January 5, 2022 9:14 pm

અમદાવાદ રિવરફ્રન્ટ પર આગામી દિવસોમાં યોજાનાર ફલાવર શોને રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે આ અરજી ગાહ્ય રાખી છે.

ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેશરીએ આ અંગેની પિટીશન હાઇકોર્ટમાં દાખલ કરી છે. તેમણે જાહેરહીતની આ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે છેલ્લાં ચાર દિવસમાં અમદાવાદમાં 500થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, જયારે કોઇના મરણમાં આપણે 100 માણસો અને પ્રસંગમાં 400 માણસોને પરવાનગી આપતા હોય ત્યારે ફલાવર શોમાં કલાકના 400 માણસો લેખે 11 કલાકમાં સાંજ પડતા સાડાચાર હજાર લોકો ફલાવર શોમાં આવશે. આ ઉપરાંત કોર્પોરેશનનો 200થી વધુ લોકોનો સ્ટાફ ત્યાં હાજર રહેશે તો શું કોરોનાની ગાઇડલાઇન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનને લાગુ પડતી નથી માટે ફલાવર શોને હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખવાની દાદ માંગવામાં આવી છે.

આ અંગે પિટીશનર રાજશ્રીબેન કેશરીએ વાઇબ્સ ઓફ ઇન્ડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અત્યારે જે રીતે કોરોના અને ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે તે જોતા ફલાવર શો રદ્દ કરવો જોઇએ, અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં જે રીતે કોરોનાના 500થી વધુ કેસ સામે આવી રહ્યા છે તેને જોતા ફલાવર શો રદ્દ કરવો ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત જો એમટીએસ અને બીઆરટીએસમાં માત્ર 50 ટકા મુસાફરોને જ બેસાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય તો શહેરીજનોની સુરક્ષા માટે આવો જાહેર કાર્યક્રમ કરવાની જરૂર શું છે.

Your email address will not be published.