યુક્રેન રશિયા યુદ્ધને પગલે પેટ્રોલ અને ગેસના ભાવમાં ધરખમ વધારો થવાની શક્યતા

| Updated: February 24, 2022 7:16 pm

કુડ ઓઈલની મોંઘવારીથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ કારણે દેશમાં એલપીજી અને સીએનજીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. યુક્રેન અને રશિયાના વિવાદથી પણ સોનાના ભાવને સમર્થન મળી રહ્યું છે. આ પરિણામં તે 50 હજારની ઉપરના સ્તરને વટાવી ગયું છે. આ બન્ને દેશો વચ્ચેના વિવાદને કારણે કોપર અને એલ્યુમિનિયમના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

રશિયા યુરોપને ગેસ સપ્લાય કરવાનો એક મોટો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં યુક્રેન સંકટને કારણે તેના પર અસર પડી શકે છે. ગ્લોબલ ઇકોનૉમી કોરોના મહામારીના પ્રકોપમાંથી બહાર આવી રહ્યું છે. પરંતુ દુનિયાભરમાં ઊર્જાની માંગ દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે સપ્લાયમાં ઘટાડો થઈ શકે છે. કદાચ આ જ કારણ છે કે ગેસની કિંમતો વધી શકે છે. ગ્લોબલ સ્તર પર ગેસની અછતની અસર એપ્રિલથી દેખાશે, જ્યારે સરકાર નેચુરલ ગેસના ઘરેલૂ ભાવમાં ફેરફાર કરશે.

જાણકારોનું માનવું છે કે 2.9 ડૉલર પ્રતિ એમએમબીટીયુથી વધીને 6 થી 7 ડૉલર કરી શકાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનુસાર, ડીપ દરિયાથી વિકળીતી ગેસની કિંમત 6.13 ડૉલરથી વધીને લગભગ 10 ડૉલર થઈ જશે. કંપની આવતા મહિને અમુક ગેસની હરાજી કરશે. આ માટે તેણે ફ્લોર પ્રાઇસને ક્રૂડ ઑઇલ સાથે જોડ્યું છે, જે હાલમાં 14 ડૉલર પ્રતિ એમએમબીટીયુ છે.

ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત રાજયોમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણી બાદ સામાન્ય માણસને મોંઘવારીના મોરચે મોટો ઝટકો લાગી શકે છે. 10 માર્ચે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના છે. આ પછી પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે કુડ ઓઈલની કિંમત 8 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. નિષ્ણાંતોના અંદાજ મુજબ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 15 થી 20 રુપિયા સુધીનો વધારો થઈ શકે છે. ઓઈલ કંપનીઓએ 3 નવેમ્બરથી પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.જયારથી કૂડ ઓઈલ 15 ડોલર પ્રતિ બેરલથી વધુ મોઘું થઈ ગયું છે.

જાણો કેટલો મોંઘો થઈ શકે છે નેચરલ ગેસ

દેશમાં ઘરેલૂ નેચુરલ ગેસના ભાવ દર વર્ષે એપ્રિલ અને ઑક્ટોબરમાં નક્કી કરવામાં આવે છે. એપ્રિલની કિંમતો જાન્યુઆરીથી ડિસેમ્બર 2021 ના ઇન્ટરનેશનલ કિંમતો પર આધારિત હશે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના ઘરેલુ નેચુરલ ગેસના ભાવમાં એક ડૉલરની તેજી પર CNGના ભાવ 4.5 રૂપિયા પ્રતિ કિલો વધી જશે. તેનું મતલબ છે કે સીએનજીના ભાવમાં 15 રૂપિયા પ્રતિ કિલો સુધીનો વધારો થઈ શકે છે.

Your email address will not be published.