જાણો દેશના કયા રાજ્યમાં પેટ્રોલ 120 રૂપિયાને સ્પર્શી ગયું અને શા માટે?

| Updated: October 22, 2021 2:56 pm

પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાની સપાટીને પાર કરી ગયા ત્યારથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ઇંધણના ઊંચા ભાવના કારણે સરકાર પર સતત માછલા ધોવાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ ક્યાં મળે છે અને કેટલો ભાવ છે?

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ.120ના સ્તરની નજીક પહોંચી ગયું છે. છેલ્લા આંકડા પ્રમાણે અહીં પેટ્રોલનો ભાવ રૂ. 119.05 હતો જ્યારે ડીઝલનો ભાવ રૂ. 109.88 પ્રતિ લિટર હતું.

દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરે 35 પૈસાનો વધારો થયો હતો. નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ લગભગ 107 રૂપિયા છે. ડીઝલનો ભાવ પણ વધીને 95.62 પ્રતિ લિટર થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 112.78 રૂપિયા થયો છે. જ્યારે મુંબઈમાં ડીઝલનો ભાવ 103.63 છે.

કોલકાતામાં 107.44 માં એક લિટર પેટ્રોલ અને 98.73 રૂપિયામાં ડીઝલ મળે છે.

શ્રીગંગાનગરમાં પેટ્રોલ આટલું મોંઘું કેમ?
સમગ્ર દેશમાં રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ સૌથી ઊંચો રહે છે. તેનું કારણ એ છે કે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ વેટ વસુલ કરાય છે. અગાઉ અહીં હનુમાનનગરમાં એક ઇંધણ ડેપો હતો. ત્યાર બાદ જયપુર, જોધપુર અને ભરતપુરથી પેટ્રોલ મગાવવામાં આવે છે જેના કારણે તેનો ભાવ વધી જાય છે.

Your email address will not be published. Required fields are marked *