અમદાવાદમાં 400થી વધારે હોસ્પિટલના તબીબો ધરણા પર, દર્દીઓમાં ભારે હાલાકી

| Updated: May 14, 2022 2:20 pm

અમદાવાદમાં આજે 400થી વધારે હોસ્પિટલ અને નર્સિંગ હોમ સંચાલકો આજથી બે દિવસની હડતાળ પર ઉતરી આવ્યા છે. શહેરની તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓપીડી સેવાઓ અને સર્જરી બંધ કરાતા દર્દીઓમાં ભારે હાલાકી જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરના વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતે ખાનગી હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા એક ભવ્ય રેલી યોજી ધરણા પર બેઠા છે. તબીબો દ્વારા રામધૂન પણ બોલાવવામાં આી હતી. તબીબોના આ વિરોધને લઈ દર્દીઓમાં ભારે હાલાકી પણ જોવા મળી રહી છે. અનેક રજૂઆતો છતાં પણ તેમની માંગણીઓનો ઉકેલ ન આવતાં અંતે વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.

1949થી 2021 સુધી, તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હૉસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. અત્યાર સુધી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે. પરંતુ ઑક્ટોબર 2021થી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરવાનગીની માંગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. ઑક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેતે હોસ્પિટલની યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું, જેને સામાન્ય રીતે ફોર્મ ‘સી’ તરીકે ઓળખવામાં આવે છે.

હોસ્પિટલ સંચાલકોની એ પણ દલીલ છે કે ફોર્મ C પરવાનગી માત્ર મૉર્ડન મેડિસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓને જ લાગુ પડે છે. રેસ્ટોરાં જેવી અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે અલગ નોંધણીની કોઈ આવશ્યકતા નથી અને તેઓને તેમના બીયુ સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની મંજૂરી આપે છે ત્યારે આ પ્રકારની જરૂરિયાત માત્ર હેલ્થકેર સેવાઓ માટે જ કેમ ફરજિયાત બનાવવામાં આવી છે? આમ થવાથી હોસ્પિટલ સંચાલકો સાથે ભેદભાવ થતો હોવાનું દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

આહનાએ જણાવ્યું હતું કે, તારીખ 14 અને 15મીના રોજ હોસ્પિટલો દ્વારા ઇમર્જન્સી હેલ્થકેર સેવાઓ ચાલુ રહેશે. ‘મેડિકલ બંધ’ થી સામાન્ય લોકોને ઉભી થતી અસુવિધા માટે ખેદ અનુભવીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરશે.

Your email address will not be published.