અથાણાંનું બજેટ ખોંરવાયું, ગૃહિણીઓને વર્ષભરના અથાણાં બનાવવા મોંઘા પડશે

| Updated: May 18, 2022 10:19 am

ગત વર્ષે આવેલા વાવાઝોડાથી પાકને નુકસાન થતાં ભાવ વધ્યા અને આવક પણ મોડી શરૂ થઈ

મોંધવારીમાં સતત વધારો થઇ રહ્યો છે આ વધારાની સાથે હવે લોકો હવે પાકેલી કેરી તો શુ કાચી કેરી પણ ખાવાને લાયક નહી રહે તેવું જોવા મળી રહ્યું છે ગયા વર્ષાના તાઉતે વાવાઝોડાના કારણે અનેક વુક્ષોને નુકશાની થવા પામી હતી જેના કારણે આ વર્ષના કેરીના પાકના ઉત્પાદનમાં પણ ધટાડો જોવા મળ્યો છ.કારણે વુક્ષોને એટલો વિનાશ થઇ ગયા હતા જેની અસર તેના પાક ઉત્પાદનમાં પણ જોવા મળી હતી.

આ વખતે ગુહણીઓને અથાણ કરવા પણ મોંધા પડશે.મોંધવારીએ તો હવે અથાણા પણ ખાવા જેવા રાખયા નથી.સતત વધી રહેલી મોંધવારીએ લોકોને હેરાન-પરેશાન કરી દીધા છે.પછી તે ખાવા પિવાથી લઇને ધર વખરીની દરેક વસ્તુમાં ભાવ વધારાએ લોકોને હેરાન કરી નાખ્યાં છે.

અથાણાં માટે ઉપયોગમાં લેવાતા મસાલાની કિંમતમાં 40 ટકાનો થયો છે.રાજાપુરીનો ભાવ કિલોએ રૂ.45 હતો જે વધીને આ વર્ષે રૂ.80 થયો છે જેના કારણે હવે લોકો કાચી કેરી પણ લઇ શક્તા નથી.અથાણાંનું બજેટ ખોંરવાયું કેમકે તેલના ભાવમાં પણ વધારો થવા જઇ રહ્યો છે.

હાલમાં દરેક ખાદ્યચીજોના ભાવમાં વધારો થયો છે ત્યારે આ વર્ષે ગૃહિણીઓને વર્ષભરના અથાણાં બનાવવા મોંઘા પડશે. અથાણાં માટે ઉપયોગમાં લેવાતા મસાલાની કિંમતમાં 40 ટકાનો વધારો છે, અથાણાં માટે વપરાતી રાજાપુરી અને તોતા કેરીના ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. ગત વર્ષે રાજાપુરીનો ભાવ કિલોએ રૂ.45 હતો જે વધીને આ વર્ષે રૂ.80 જ્યારે તોતા કેરીનો ભાવ 25ના બદલે રૂ.60એ પહોંચી ગયો છે. આ સાથે તેલના પણ મોંઘું થયું હોવાથી અથાણાંનું બજેટ ખોરવાયું છે. ગત વર્ષની સરખાણીએ અથાણાંમાં 30થી 50 ટકાનો વધારો થયો છે.

કમોસમી વરસાદને લીધે અથાણાં બનાવવાની કેરીનું આગમન મોડું થયું જેના કારણે કાચી કેરીથી લઇને પાક્કી કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Your email address will not be published.