જુઓ, 2001માં આવેલ ભયાનક ભૂકંપની કેટલીક ચોંકાવનારી તસવીરો

| Updated: January 26, 2022 4:01 pm

આ તસવીરો ગુજરાતમાં ભુજ અને કચ્છ સિવાય 26 જાન્યુઆરી 2001ના રોજ અમદાવાદમાં આવેલા વિનાશક ભૂકંપની છે. 6.9ની તીવ્રતાના આ ભૂકંપે (Pictures of the 2001 earthquake) ગુજરાતનો નકસો જ બદલી નાખ્યો હતો. ભુજ અને કચ્છ બરબાદ થઈ ગયું હતું. ભુજ અને કચ્છમાં 12000 લોકોના મોત થયા હતા. ઘરો પત્તાના મહેલની જેમ પડી રહ્યા હતા. આ દુર્ઘટનામાં 1,67,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભુજ અને કચ્છમાં 400,000 થી વધુ ઘરો પડી ગયા હતા. તાજેતરમાં, જ્યારે વડાપ્રધાન મોદી લોકડાઉન ફેઝ-4 પહેલા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે આ ભૂકંપનો ઉલ્લેખ કર્યો હતો. કહેવાનું એ હતું કે જ્યારે લોકો આ ભયાનક દુર્ઘટનામાંથી ઉભા થશે ત્યારે તેઓ કોરોનાને પણ હરાવી દેશે. આ ભારતીયોની તાકાત છે, જેઓ ભુજ જેવી તમામ દુર્ઘટનાઓનો સામનો કરવા છતાં ભાંગી પડ્યા નથી, ઉત્સાહથી જીવન જીવી રહ્યા છે.

પીએમ મોદી જ્યારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું ત્યારે તેઓએ ભુજ-કચ્છની તેમની મુલાકાતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભુજમાં સર્વત્ર કાટમાળ છે. કચ્છ જાણે મોતની ચાદર નીચે સૂઈ ગયું હતું.

26 જાન્યુઆરી 2001ના રોજ સવારે જ્યારે દેશ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દેશ ખુશીના માહોલમાં હતો ત્યારે ગુજરાત અને ખાસ કરીને કચ્છ-ભુજને ભૂકંપે હચમચાવી નાખ્યું હતું.

ગુજરાતના બે જિલ્લા કચ્છ અને ભુજમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપમાં 167,000 લોકો ઘાયલ થયા હતા.

માત્ર 2 મિનિટના ભૂકંપે રાજયનો નકશો જ બદલી નાંખ્યો હતો. પરંતુ તે દરમિયાન મૃત્યુએ હોબાળો મચાવી દીધો હતો. કચ્છ-ભુજમાં જ 12,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

2 મિનિટના ભૂકંપમાં લગભગ 4 લાખ ઘરોના જમીનદોસ્ત થઈ ગયા હતા.

આશરે ભૂકંપને કારણે 15,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

તમને જણાવી દઈએ કે ભૂજ ભૂકંપના Pictures of the 2001 earthquake) કેન્દ્રથી માત્ર 12 કિમી દૂર છે. ભચાઉ અને અંજારમાં પણ ભૂકંપની ખરાબ અસર થઈ હતી.

ભૂકંપ બાદ સમગ્ર દેશ ગુજરાતની મદદ માટે આગળ આવ્યો હતો. જે રીતે આજે કોરોના સામે લોકોની મદદ કરનાર વોરિયર્સ આગળ આવી રહ્યા છે તેમ તે દિવસે પણ ઘણા સંસ્થઆઓ આગળ આઈ હતી.

થોડી જ સેકન્ડોમાં, ધરતીકંપથી મોટી ઇમારતો જમીન પર ઢળી પડી હતી.

આ તસવીર અમદાવાદની છે. 2001માં આવેલા ભૂકંપે ગુજરાતને જાણે હચમચાવી નાખ્યું હતું. ખાસ કરીને ભુજમાં તમામ ઘરો તૂટી ગયા અને એક મોટું મેદાન થઈ ગયું હતું.

ઈજાગ્રસ્તોની સારવાર કરવા માટે ભારતીય સેના ખડેપગે જોવા મળી હતી.

ભુજમાં 40 ટકા મકાનો ધરાશાયી થયા હતા. જેમાં ઐતિહાસિક સ્મારકોનો પણ સમાવેશ થાય છે.

એક સાથે અનેક ચિતાઓને સળગતી જોઈને કોઈને પણ રડવું આવી શકે છે, તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

ભૂકંપના કારણે ઘણી ઐતિહાસિક ઈમારતોને પણ નુકસાન થયું હતું.

ઘણા મૃતદેહો એવા હતા કે જેમની કોઈ ઓળખ જ થઈ ન હતી જેથી અન્ય લોકોએ તેને અગ્નિદાહ આપ્યો હતા.

ઈમારતો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારતીય સેના દિન રાત મહેનત કરી રહી હતી.

ભૂકંપ જેવી મોટી આફત સામે જયારે કચ્છ અને ભૂજ પાછા ઉભા થયા છે તો કોરોના સામે જંગ લડવું મોટી વાત નથી.

Your email address will not be published.