હાઇકોર્ટમાં ગાંધી આશ્રમના નવા ટ્રસ્ટ અંગે જાહેર હિતની અરજી સામે ગુજરાત સરકારનો જવાબઃ વધુ સારા સંકલન માટે છે નવું ટ્રસ્ટ

| Updated: August 3, 2022 8:31 pm

મહાત્મા ગાંધી સાબરમતી મેમોરિયલ ટ્રસ્ટ (MGSAMT)ની સરકાર દ્વારા કરાયેલી રચના સામે ગુજરાત હાઇકોર્ટમાં (# Gujarat High court) જાહેર હિતની (#PIL) અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેના જવાબમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટની રચના વર્તમાન ટ્રસ્ટો અને સરકાર વચ્ચે ઉચ્ચસ્તરીય સંકલન અને ભલામણ માટે કરવામાં આવી છે, અમે કોઈપણ ટ્રસ્ટને કબ્જે કરવાનો, હસ્તગત કરવાનો કે ટેકઓવર કરવાનો કોઈ ઇરાદો ધરાવતા નથી.

તેમણે નવા ટ્રસ્ટની રચનાનો બચાવ કરતા જણાવ્યું હતું કે પ્રસ્તાવિત પ્રોજેક્ટ હાલના પાંચ ટ્રસ્ટની સ્વાયત્તતા જાળવી રાખવા સાથે તમામ હિસ્સેદારોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ટિપ્પણી કરી હતી કે આપણે ત્યાં લોકશાહી છે, નિરંકુશ સ્થિતિ નથી.

મહાત્મા ગાંધીના (#Mahatma Gandhi) પૌત્ર તુષાર ગાંધી (#Tushar Gandhi) દ્વારા 1,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આયોજિત ગાંધી આશ્રમ અને તેની આસપાસના વિસ્તારોની વિકાસ યોજનાને હાઇકોર્ટ સમક્ષ પડકારતી જાહેર હિતની અરજીની સુનાવઈ દરમિયાન રાજ્યે આ રજૂઆત કરી હતી.

સપ્ટેમ્બર 2021માં સરકારના ઠરાવ દ્વારા રચાયેલા MGSAMT માત્ર પ્રોજેક્ટના વિકાસ માટે જ નહી, પરંતુ તેનું સંચાલન અને જાળવણી કરશે તુષાર ગાંધીની આશંકાઓના પગલે આ રજૂઆત કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ પાસે હાલના ટ્રસ્ટોને બાદ કરતા 55 એકરનું નિયંત્રણ હશે, એમ તેમના વકીલે જણાવ્યું હતું. આ મામલે વધુ સુનાવણી થઈ શકે છે.

આ પણ વાંચોઃ GUVNL: રૂ.10,000થી વધારે બિલ વાળા ગ્રાહકો માટે ઓનલાઈન પેમેન્ટ ફરજિયાત

હાલમાં સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT), ખાદી ગ્રામોદ્યોગ સમિતિ ટ્રસ્ટ, સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ (SHAT), સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ અને હરિજન સેવક સંઘ નામના પાંચ ટ્રસ્ટ અગાઉના 120 એકરના ગાંધી આશ્રમ વિસ્તારની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

અહીં તે નોંધવુ જરૂરી છે કે MGSAMTના ટ્રસ્ટીઓ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. તેથી તેઓએ વર્તમાન ટ્રસ્ટના ચાર પ્રતિનિધિઓને સામેલ કર્યો છે. આમ આવતીકાલે જો પ્રોજેક્ટના વિકાસને લઈને મતભેદો હોય તો રાજ્ય સરકાર તેમને ખૂબ સારી રીતે દૂર કરી શકે છે અને રાજ્ય સરકાર પોતે આ ટ્રસ્ટમાં રહેશે. આ નવા ટ્રસ્ટ MGSAMTના તમામ પ્રતિનિધિઓને દૂર કરવાની કે બદલવાની સરકાર પાસે સંપૂર્ણ સત્તા છે.

હાલના ટ્રસ્ટો પોતે પણ જાણતા નથી કે નવા ટ્રસ્ટ (MGSAMT)ની શું અસર થશે અને નવું ટ્રસ્ટ રોજિંદા વહીવટ પર કેટલો અંકુશ રાખશે, એમ અરજદારે ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એજે શાસ્ત્રીની ડિવિઝન બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી.

Your email address will not be published.