ગુજરાત : પીપરોણી ગામને આઝાદી પછી પ્રથમ રાજય બસ સેવા મળી, આદીવાસીઓ ધારાસભ્ય જીતુ ચૌધરીનો આભાર માને છે

| Updated: January 9, 2022 2:11 pm

કોઈને કહીએ તો માનવામાં ના આવે એવી વાત લાગે છે. ખાસ તો એટલા માટે કે વાત ગુજરાતની છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનાછેવાડાના પીપરોણી ગામની આ વાત છે.

93 વર્ષના એક દાદાજી વાઈબ્સ ઓફ ઇન્ડિયા ને કહે છે ” મને તો એમ જ હતું કે મારા જીવતેજીવ હું બસ જોયા વગર જ ઉપર પહોંચી જઈશ”. રાજ્ય પરિવહન નિગમની એસટી બસ એટલા વર્ષે પહેલી વાર ગામમાં આવી રહી છે.

અહીંના ધારાસભ્ય જીતુ ચૌધરી ના પ્રયાસોથી પીનકોડ નંબર 523606 ધરાવતા આ ગામમાં પ્રથમ વાર પ્રવેશ કરનારી એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) બસનું ગામલોકો એ ભવ્ય સ્વાગત કર્યું. જીતુ ચૌધરી ભાજપના ધારાસભ્ય છે. આ નાનકડા ગામનું મુખ્ય મથક બુરવડ કહેવાય છે જ્યાં ગ્રામ પંચાયત બેસે છે. ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 733 હેક્ટર કરતા ઓછો છે. ગામના 197 ઘરોમાં 1169 થી વધુ લોકો રહે છે. આ ગામમાં સમગ્ર વસ્તી આદિવાસી છે. આ અંગે કેબીનેટ મંત્રી જીતુભાઇ ચૌધરીએ વાઇબ્સ ઓફ ઇન્ડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઝાદી બાદ ગ્રામજનોને પ્રથમ વાર રાજય બસ પરિવહન સેવાનો લાભ મળ્યો છે, અગાઉ પીપરોણી ગામથી ત્રણ કિલોમીટર દુર એસટી બસ પહોંચી શકતી હતી. પીપરોણી ગામ જતાં પહેલા એક કોતર આવતું હોવાથી તેના કારણે એસટી બસ પોંહચી શકતી ન હતી, પરંતુ ગ્રામજનોની માંગને પગલે આ અંગે મે રજુઆત કરતા ગ્રામજનોની માંગ પુરી કરવામાં આવી છે.

કેબીનેટ મંત્રી જીતુભાઇ ચૌધરી

ગ્રામજન કાનજી એ જણાવ્યું ;” અત્યાર સુધી, અમારે પરિવહન માટે અમારા પોતાના અથવા ભાડાના વાહનોનો ઉપયોગ કરવો પડતો હતો. હવે બસ આવવાથી , માત્ર અમારી જીવનશૈલી જ નહીં, પરંતુ અહીંનું અર્થશાસ્ત્ર અને શિક્ષણનું સ્તર પણ સુધરશે” પીપરોણીથી સૌથી નજીકનું શહેર હોટસ્પોટ પર્યટન મથક સિલ્વાસા છે જે લગભગ 12 કિમી દૂર છે. સિલ્વાસા એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. કહેવાય છે કે ગુજરાતમાંથી જે વલસાડ જીતે છે તે દિલ્હીમાં સરકાર બનાવે છે.

મોરારજી દેસાઈ વલસાડના હતા. તેમણે ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને પડકાર ફેંક્યો હતો અને 1977ની કટોકટી પછીની ચૂંટણીમાં જનતા પક્ષના વડા પ્રધાન બન્યા હતા . તે વર્ષે વલસાડ, જે તે સમયે બલસાર તરીકે ઓળખાતું હતું, તેણે પણ જનતા પક્ષના ઉમેદવારને પસંદ કર્યા. આ વર્ષથી અત્યાર સુધી વલસાડ હંમેશા શાસક પક્ષ તરીકે રાષ્ટ્રએ જે પસંદ કર્યું છે તેને પસંદ કરતું આવ્યું છે. વલસાડે 1989માં જનતા દળને મત આપવાનું પસંદ કર્યું, અને સૌના આશ્ચર્ય વચ્ચે જનતા દળે દિલ્હીમાં સરકાર બનાવી જેમાં વી.પી. સિંહ વડાપ્રધાન હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના કે સી પટેલે લોકસભા સીટ જીતી હતી. પીપરોણી, કપરાડા તાલુકા હેઠળ આવે છે જેણે કોંગ્રેસના નેતા જીતુ ચૌધરીની પસંદગી કરી હતી. પરંતુ તેમણે, ગુજરાતના અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ, 2020 માં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી દીધી અને નિર્ણાયક રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપ્યો જેમાં કોંગ્રેસે બે ઉમેદવારો ભરત માધવસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને જીતાડવાનું લક્ષ્ય રાખ્યું હતું

ભરતસિંહ સોલંકી હારી ગયા. જેઓ જીત્યા તેમાં ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીન અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. કમનસીબે, અભય ભારદ્વાજ રાજ્યસભાના સત્રમાં હાજરી આપી શકે તે પહેલા કોવિડથી મૃત્યુ પામ્યા

સમગ્ર પીપરોણીને આ પ્રસંગે શણગારવામાં આવ્યું હતું. જીતુ ચૌધરીએ કહ્યું કે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર ગામને આ ભેટ છે. જીતુભાઈએ કેટલાક ગ્રામજનો સાથે બસની પહેલી સવારી માટે બેઠા. એક ગ્રામજને કહ્યું કે માધ્યમિક શિક્ષણ માટે શાળાએ પહોંચવા માટે એમને હોડીની મુસાફરી કરવી પડતી હતી કારણ કે ગામમાં કોઈ બસ સેવા ઉપલબ્ધ ન હતી અને કોઈ માધ્યમિક શાળા પણ ન હતી. ઓછામાં ઓછા 100 ગ્રામજનોએ, આઝાદી પછી આદિવાસી ગામડાઓને પ્રથમ રાજ્ય બસ સેવા પૂરી પાડવા બદલ ભાજપનો આભાર માનતા એકી અવાજે કહ્યું, અમે બધા ફરીથી જીતુભાઈ ચૌધરીને મત આપીશું,.

Your email address will not be published.