પીકેનો એમ્પાવર્ડ એક્શન ગ્રુપનો પ્રસ્તાવ સ્વીકારાયોઃ ગ્રુપની ચેરમેનશિપ સોંપવાની વાત ન સ્વીકારાઈ

| Updated: April 27, 2022 2:06 pm

અમદાવાદઃ પ્રશાંત કિશોરે કોંગ્રેસની નેતાગારીને 600 સ્લાઇડનું લાંબું પ્રેઝન્ટેશન આપીને સદી જૂના પક્ષને ફરીથી કેવી રીતે બેઠો કરી શકાય તેમ બતાવ્યુ હતુ. તેમા આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી 2022-23 અને 2024ની સંસદીચ ચૂંટણી માટે એમ્પાવર્ડ એક્શન ગ્રુપ (ઇએજી)ની રચના કરવામાં આવે. પણ તેની સાથે તેમણે આ ગ્રુપના ચેરમેન બનવા પર ભાર મૂક્યો હતો અને તે પીઢ નેતાઓ સાથે વાટાઘાટ કરવામાં નિષ્ફળ ગયા હતા, એમ એઆઇસીસીના ઉચ્ચ કક્ષાના વર્તુળોએ વીઓઆઇને જણાવ્યું હતું.

પ્રિયંકા ગાંધીને એઆઇસીસીના પ્રમુખ બનાવી અને રાહુલ ગાંધીને સંસદીય પક્ષના નેતા બનાવીને નેતાગીરીના માળખામાં ધરમૂળથી ફેરફાર લાવવો પીકેનું સૂચન હતું. પણ આ વાત સોનિયાજીને સ્વીકાર્ય ન હતો અને ગાંધીના નેતૃત્વ સાથે સંઘર્ષમાં ઉતરેલા નેતાઓને પણ સ્વીકાર્ય ન હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા વર્કરોએ વીઓઆઇને જણાવ્યું હતું કે તેઓ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવા આતુર છે, કારણ કે તે સોશિયલ મીડિયા કેમ્પેઇનની વ્યૂહરચના ઘડવામાં નિષ્ણાત છે. સોશિયલ મીડિયા કેમ્પેઇન પ્રશાંત કિશોરની ડિજિટલ કેમ્પેઇનની રૂપરેખાનો મહત્વનો હિસ્સો છે. તેમા કોંગ્રેસ તરફી નવી મીડિયા ઇકોસિસ્ટને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના સૂત્રએ જણાવ્યું હતું કે કિશોરે ભારતમાં સોશિયલ મીડિયામાં પ્રવર્તતી ચેતના પર ખાસ ધ્યાન આપ્યુ છે, જે તેમણે ભાજપમાં કરી બતાવ્યુ હતુ. તે સ્વાભાવિક છે કે આઇ-પીએસી કોંગ્રેસમાં પ્રશાંત કિશોર સાથે ન જોડાય કારણ કે તે આર્થિક અને રાજકીય રીતે શક્ય નથી. પણ નિર્વિવાદપણે કોંગ્રેસના કાર્યકરો તો પીકેને મદદ કરશે જ. તે પોતે પણ આ વાત જાણે છે.

એઆઇસીસીના વરિષ્ઠ આગેવાને વીઓઆઇને જણાવ્યું છે કે પીકેએ અમારી સાથે આયોજને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આઠ સભ્યોની પેનલ તેનો અભ્યાસ કરી રહી છે અને તેમની ચૂંટણીલક્ષી વ્યૂહરચનાઓને માન્યતા પણ પૂરી પાડી છે. પણ તેની સાથે તે પણ હકીકત છે કે મોટાભાગનો લોકો તેમને પક્ષમાં ખુલ્લી છૂટ આપવાની તરફેણમાં નથી.

કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે પક્ષની અંદર સર્વસામાન્ય છાપ એવી છે કે જો પક્ષની સમગ્ર ધુરા પ્રશાંત કિશોરને સોંપી દેવાય કે મોટાભાગની નિર્ણય લેવાની સત્તા તેમની પાસે હોય તો ભવિષ્યમાં કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચેના સંબંધ બગડે ત્યારે પક્ષની સ્થિતિ ખરાબ થઈ શકે છે.

વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી 2014માં ચૂંટાઈ આવ્યા તેમના રાજકીય પ્રચાર સાથે જોડાઈને પ્રશાંત કિશોરે મહત્વની ભૂમિકા ભજવી હતી. 2015માં નીતિશકુમારને મુખ્યપ્રધાનપદે જાળવી રાખવામાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની હતી. વાયએસઆરસીપીના વડા જગમોહન રેડ્ડીએ આંધ્રમાં 2019માં સત્તા મેળવી અને તાજેતરમાં ટીએમસીએ બંગાળમાં સળંગ ત્રીજી વિધાનસભા ચૂંટણી જીતી તેમા પ્રશાંત કિશોરની મહત્ત્વની ભૂમિકા હતી.

કોંગ્રેસ જાહેરાત કરી ચૂકી છે કે તે રાજસ્થાનમાં ઉદયપુર ખાતે 13થી 15 મે દરમિયાન ત્રણ દિવસનો ચિંતન શિબિર યોજશે. તેમા તે 2024ની લોકસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરશે. વિવિધ પેનલો દેશના વર્તમાન સામાજિક, રાજકીય અને આર્થિક પડકારોની સમીક્ષા કરશે.

Your email address will not be published.