ગુજરાત: પ્લાસ્ટિક બેનની ભાવનગરના ઉદ્યોગો પર માઠી અસર; 20થી 25 હજાર લોકોની રોજગારી છીનવાઈ

| Updated: August 6, 2022 10:09 am

ભારતમાં આ વર્ષે જુલાઈ 1થી લાગેલા પ્લાસ્ટિક ઉપરના બેનના પગલે દેશભરના પ્લાસ્ટિક ઉદ્યોગકારો હાલ બજારમાં મંદીનો સામનો કરી રહ્યાં છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

પ્લાસ્ટિક બેનન નિર્ણયથી રાજ્યના આશરે 3,500 ઔદ્યોગિક એકમો અને વેપાર સાથે સંકળાયેલા અંદાજે 70,000 લોકોને અસર થવાની સંભાવનાઓ સેવાઈ રહી હતી. બેન પહેલાં ગુજરાતમાં આશરે 12,000 પ્લાસ્ટિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી લગભગ 30 ટકા 75 કે તેથી ઓછા માઇક્રોન પ્લાસ્ટિક ધરાવતા ઉત્પાદનો સાથે વ્યવહાર કરતા હતા. પહેલેથી જ કોરોનાની પ્રતિકૂળ આર્થિક અસરોથી તૂટેલા આ એકમોને બેનના પગલે નવા નાણાકીય પડકારોનો સામનો કરવા પડવાના પણ અનુમાન હતા. જે વાત આશરે એક મહિનાની અંદર જ સાચી થતી જોવા મળી રહી છે.

હાલ ભાવનગરમાં કાર્યરત કુલ પ્લાસ્ટિક ઉદ્યોગોમાંથી આશરે 25 ટકા કારખાના બંધ થઈ ચુક્યા છે. ભાવનગર ગુજરાતનો એવો જિલ્લો છે, જ્યાં પ્લાસ્ટિક ઉદ્યોગ એક મુખ્ય વ્યવસાય અને રોજગારી આપતો એક નોંધનિય સ્ત્રોત છે. ત્યારે આ પગલાથી ભાવનગરમાં 250થી વધુ કારખાના ઉપર તાળા વાગી ગયા છે. આ 250 જેટલા કારખાના પર તાળા વાગવાથી 20થી 25 હજાર લોકો બેરોજગાર થઈ ગયા છે.

આ ઉપરાંત પ્લાસ્ટિકના કાચા માળમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ ભારતભરમાં બેનના કારણે વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. જેથી આ ઉદ્યોગકારોએ પ્લાસ્ટિક બજારોમાં મંદીથી હજુ વધારે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે, તેવી શક્યતાઓ વર્તી રહી છે.

Your email address will not be published.