પીએમ મોદી (MODI) ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે .
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હોમ-ટર્ફ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે અને બુધવારે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે.
આજે પીએમ મોદી (MODI) ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઈવેન્ટનો ઉદ્દેશ્ય પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ વધારવા અને નવીનતાઓને પ્રદર્શિત કરવાનો છે. “દીર્ઘકાલીન ભાગીદારીને પ્રોત્સાહન આપવા, નિકાસને વેગ આપવા અને ટકાઉ ઇકોસિસ્ટમને ઉછેરવાનો આ એક અનોખો પ્રયાસ છે
હવે તેઓ આદિવાસી સંમેલનને સંબોધિત કરવા અને સિંચાઈ પ્રોજેક્ટ શરૂ કરવા આદિજાતિ જિલ્લા દાહોદની મુલાકાત લેવા નિકળી ગયા છે
તેમની મુલાકાતના બીજા દિવસે, PM મોદીએ મંગળવારે બનાસ ડેરીના નવા ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
તેમણે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં મહિલા ડેરી ખેડૂતો સાથે પણ વાતચીત કરી હતી અને તેમને તેમના પશુધનને રસી અપાવવાની સલાહ આપી.
વડા પ્રધાને (MODI) મહિલાઓને કહ્યું, “અમારી સરકારે દરેકને કોવિડ-19 સામે વિનામૂલ્યે રસી અપાવી છે. અમે પશુઓ માટે પણ આવું જ કરીએ છીએ. પશુઓને રોગોથી બચાવવા માટે તેમને નિયમિત રસી આપવી જોઈએ
સોમવારે (18 એપ્રિલ), વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં શાળાઓ માટેના આદેશ અને નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.