પીએમ મોદી આજે પાવાગઢ ચોકથી વડોદરા પહોંચ્યા હતા. જયા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડોદરાના લેપ્રસી મેદનમાં ખુલ્લી જીપમાં બેસીને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદી સભામાં હિન્દી ભાષણ દરમિયાન ગુજરાતી પણ બોલ્યા હતા.
અભેધ સુરક્ષા કવચ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેલેપ્રસી મેદાનમાં પાંચ જિલ્લાઓમાંથી આવનારા અંદાજીત 5 લાખ લોકોને સંબોધ્યા હતા. વડાપ્રધાન આ સભામાં 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુર્હૂત કર્યા હતા.જે પૂર્વે ડોમમાં જ ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
વડોદરા આજવા રોડ પર લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની આજે આયોજિત જનસભામાં હાજરી આપવા વડોદરા શહેર-જિલ્લા સહિત આસપાસના છોટાઉદેપુર પંચમહાલ દાહોદ જિલ્લા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
વડોદરા શહેરના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નૃત્ય સાથે રાસ ગરબાનું રિહર્સલ કરી રહ્યા હતા. તેમની સાથે સમગ્ર સભા સ્થળ રાસ ગરબા સાથે હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું અને લોકોએ ગરબાની રમઝટ બોલાવી આનંદ માણવાની સાથે વડાપ્રધાનને આવકાર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેપ્રેસી મેદાન ખાતે પહોંચવાના હોવાથી તેમના રૂટ ઉપર વાહન વ્યવહારને ડાયવર્ટ કરાયો હતો. કેટલીક શાળાઓએ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તો બીજી તરફ હાથીખાના અનાજ બજાર, ખંડેરાવ શાકમાર્કેટ, સિટી બસ સેવા સહિતના સ્થળોએ લોકોએ સ્વૈચ્છિક બંધ પાડી તંત્રને સહકાર આપવાની સાથે પ્રધાનમંત્રીને આવકારવા પહોંચ્યા હતા.
મોદીના આગમનને પગલે વડોદરા એરપોર્ટથી લઇ અને લેપ્રસી મેદાન સુધીનો એક તરફનો સંપૂર્ણ રોડ બંધ કરી દેવાયો હતો. રોડ શોની મંજૂરી ન હોવાથી રોડની બાજુમાં પણ એરપોર્ટથી અને લેપ્રસી મેદાન સુધી આમ જનતાને ઊભી રહેવા દેવામાં આવતી નથી અને લોકો તેમજ કોઈ રખડતા ઢોર પણ રોડ પર આવી ન જાય તે માટે રોડની સાઈડમાં લાકડાનું બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું.