“હું તમારો અનન્ય સાથી છું, તમારી પડખે રહીં કામ કરવા માગું છું”: પીએમ મોદી

| Updated: April 19, 2022 4:13 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલ ખાતે મહિલા લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં રાજ્યનાં યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. મહિલાઓએ ડેરી ઉદ્યોગ કારણે તેમની આર્થિક પ્રગતિના અનુભવો વડાપ્રધાન સાથે શેર કર્યા અને તેઓ દૂધ વેચાણથી થયેલ તેમની પ્રગતિ અને તેમની કમાણી વિશે વાત કરી હતી.

ઉપસ્થિત નારી શક્તિએ કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બન્યા પછી જ જ્યોતિગ્રામ યોજનાના પરિણામે તેમને ઘરે ઘરે વીજળી મળવા લાગી હતી.વડાપ્રધાને ટપક સિંચાઈના મહત્વ અને તેના ફાયદા વિશે વાત કરી હતી. મહિલાઓએ કહ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે પાણી બચાવો. હવે તેઓ તેનો અર્થ સમજી ગયા છે. વડાપ્રધાનએ અપીલ કરી કે ગામડાઓમાં તળાવો બનાવવા જોઈએ.

મહિલાઓએ પણ બનાસકાંઠાની કૃષિ ક્ષેત્રેની પ્રગતિ અને અનેક પ્રકારની ખેતીમાં જિલ્લાની મહિલાઓ કેવી રીતે આગળ છે તેનો ઉલ્લેખ કર્યો હતો. કોવિડ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવતી મફત રસી અંગે ચર્ચા કરતી વખતે, વડાપ્રધાને અપીલ કરી કે તેઓએ વિવિધ રોગો સામે લડવા માટે રસી અપાવવી જોઈએ. મહિલાઓએ આ માટે તેમને મળતા સમર્થન વિશે વાત કરી અને કહ્યું કે હવે જ્યારે પણ કોઈ પશુ બીમાર હોય છે, ત્યારે એમ્બ્યુલન્સ 30 મિનિટમાં તેમના સુધી પહોંચે છે.પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતી વખતે વડાપ્રધાને મધમાખી ઉછેરના મહત્વ અને ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

આ અવસરે રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, શિક્ષણ રાજ્યમંત્રી કિર્તિસિંહ વાધેલા, સાંસદ સર્વે પરબત પટેલ, દિનેશ અનાવાડિયા, ધારાસભ્ય શશિકાંત પંડ્યા, મુખ્ય સચિવ પંકજકુમાર, કલેક્ટર આનંદ પટેલ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, જી.એમ.એફ.સીના ચેરમેન શામળભાઇ પટેલ, સ્ટેટ કો.ઓપરેટિંગ બેંકના ચેરમેન અજય પટેલ તેમજ બનાસડેરીના સભાસદ સભ્યો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Your email address will not be published.