ગિફ્ટ સિટી ૧૩૦ કરોડ ભારતવાસીઓને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તક આપશે : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

|gujarat | Updated: July 29, 2022 9:11 pm

ગાંધીનગર: સતત બીજા દિવસે ગુજરાત પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં  ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને NSE IFSC-SGX કનેક્ટને પીએમ મોદીએ લોન્ચ કર્યું છે. તેઓએ ટેક્નોલોજી અને સાયન્સ સોફ્ટવેરની વાત કરીને  ડિજિટલ પેમેન્ટમાં આખા વિશ્વમાં 40 ટકા ભાગીદારી ધરાવતા ભારત દેશના વખાણ કર્યા હતા.

આજે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી – IFSCA હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું માનું છું કે, “આ ઇમારત તેના આર્કિટેક્ચરમાં જેટલી ભવ્ય છે તે ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે અમર્યાદિત તકો પણ ઊભી કરશે. ભારત હવે યુએસએ, યુકે અને સિંગાપોર જેવા વિશ્વના દેશોની હરોળમાં ઊભું છે જ્યાંથી વૈશ્વિક નાણાને દિશા આપવામાં આવે છે.”

દેશના નાગરિકોને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે આ અવસર પર, હું તમને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. GIFT સિટીના વિઝન સાથે દેશના સામાન્ય માણસની આકાંક્ષાઓ જોડાયેલી છે.ગિફ્ટ સિટીમાં ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે, ભારતના સોનેરી ભૂતકાળના સપનાઓ પણ જોડાયેલા છે.

તેમણે મંદીનો ખ્યાલ આપતા જણાવ્યું કે 2008 માં વિશ્વ આર્થિક સંકટ અને મંદીનો સમયગાળો હતો. ભારતમાં પોલિસી પેરાલિસિસનું વાતાવરણ હતું.પરંતુ તે સમયે ગુજરાત ફિનટેક ક્ષેત્રે નવા અને મોટા કદમ ઉઠાવી રહ્યું હતું. મને આનંદ છે કે આ વિચાર આજે આગળ વધ્યો છે.ગિફ્ટ સિટી વાણિજ્ય અને ટેક્નોલોજીના હબ તરીકે મજબૂત છાપ ઉભી કરી રહ્યું છે.

ગિફ્ટ સિટી સંપત્તિ અને શાણપણ બંનેની ઉજવણી કરે છે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે GIFT સિટી દ્વારા, ભારત વૈશ્વિક સ્તરે સેવા ક્ષેત્રમાં મજબૂત હિસ્સો સાથે વિકાસ કરી રહ્યું છે.

તેમણે વૈશ્વીક વ્યાપાર મુદ્દે ટકોર કરીને કહ્યું કે આપણે યાદ રાખવું પડશે કે વાઇબ્રન્ટ ફિનટેક સેક્ટરનો અર્થ માત્ર સરળ બિઝનેસ વાતાવરણ, સુધારા અને નિયમો નથી. તે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વ્યાવસાયિકોને વધુ સારું જીવન અને નવી તકો આપવાનું પણ એક માધ્યમ છે. આજે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેથી ભવિષ્યમાં, જ્યારે આપણી અર્થવ્યવસ્થા આજની સરખામણીએ મોટી હશે, ત્યારે આપણે તેના માટે અત્યારે જ તૈયાર રહેવું પડશે.

ભારતના ડીજીટલ પેમેન્ટ વિશે વાત કરતા જણાવ્યું કે આજે 21મી સદીમાં નાણા અને ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે અને જ્યારે ટેક્નોલોજીની વાત આવે છે, જ્યારે વિજ્ઞાન અને સૉફ્ટવેરની વાત આવે છે, ત્યારે ભારત પાસે ધાર અને અનુભવ પણ છે. આજે સમગ્ર વિશ્વમાં રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ્સમાં એકલા ભારતનો હિસ્સો 40% છે.છેલ્લા 8 વર્ષમાં દેશમાં નાણાકીય સમાવેશની નવી લહેર જોવા મળી છે.ગરીબમાંથી ગરીબ લોકો પણ આજે ઔપચારિક નાણાકીય સંસ્થાઓમાં જોડાઈ રહ્યા છે.

અત્રે ઉદઘાટન કરવામાં આવેલ ફિનટેક કંપનીઓ એગ્રીટેક, ઇન્સ્યોરટેક, ક્વોન્ટમટેક, ડિજિટલ આઇડેન્ટિટી અને બ્લોકચેન આધારિત બિઝનેસ જેવા ક્ષેત્રોમાં નવીન ઉકેલો શોધવા માટે કામ કરશે. તેમજ GIFT-IFSCમાં કામગીરીનું સંચાલન શરૂ કરવા માટે ૧૦૦થી વધુ બ્રોકર-ડીલરો વતી એસોસિયેશન ઑફ નેશનલ એક્સચેન્જીસ મેમ્બર્સ ઑફ ઇન્ડિયા (ANMI) તથા કોમોડિટી પાર્ટિસિપન્ટ્સ એસોસિએેશન ઑફ ઇન્ડિયા(CPAI) દ્વારા ‘લેટર ઑફ ઇન્ટેન્ટ’ અંગેની જાહેરાત કરવામાં આવી જે  GIFT-IFSCમાં મૂડી બજારોની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

Your email address will not be published.