PM Modi Nepal: PM Modi પહોંચ્યા લુમ્બિની, નેપાળમાં PM દેઉબાને મળશે

| Updated: May 16, 2022 2:06 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(PM Modi Nepal) નેપાળના પ્રવાસે છે. તેઓ ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેશે. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે પણ મુલાકાત કરશે.PM મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસરે બૌદ્ધ સંસ્કૃતિ અને હેરિટેજ સેન્ટરનો શિલાન્યાસ કરવા માટે આયોજિત સમારોહમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર PM સવારે 10.30 થી 3.30 સુધી નેપાળમાં રહેશે.

PM મોદી (PM Modi Nepal)લુમ્બિની પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના લુમ્બિની પહોંચી ગયા છે. નેપાળના વડાપ્રધાન (PM Modi Nepal)શેર બહાદુર દેઉબાએ મોદીનું સ્વાગત કર્યું.

પીએમ મોદી લુમ્બિની(PM Modi Nepal) જવા રવાના થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુશીનગરથી લુમ્બિની જવા રવાના થયા છે. તેઓ નેપાળમાં પીએમ શેર બહાદુર દેઉબાને મળશે. આ સિવાય નેપાળના વિદેશ મંત્રાલયના સૂત્રનું કહેવું છે કે, ભારતીય વડાપ્રધાનની લુમ્બીની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સાત કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. આનાથી શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનશે. એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા લુમ્બિની બૌદ્ધ યુનિવર્સિટી અને ત્રિભુવન યુનિવર્સિટી સાથે એક-એક અને કાઠમંડુ યુનિવર્સિટી સાથે ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર કરશે. યુનિવર્સિટી ઓફ કાઠમંડુ અને આઈઆઈટી ચેન્નાઈ અન્ય બે એમઓયુ કરશે.

આવું કરનાર પ્રથમ પીએમ હશે
દેશની આઝાદી બાદ મોદી એવા પહેલા વડાપ્રધાન હશે, જે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધના જન્મસ્થળથી નિર્વાણ સ્થળ સુધીની આ મહત્વપૂર્ણ તારીખે હાજર રહેશે. વડાપ્રધાનના કાર્યક્રમ મુજબ કુશીનગરથી તેઓ હેલિકોપ્ટરના કાફલા દ્વારા નેપાળના (PM Modi Nepal)લુમ્બિની પહોંચશે. અહીં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પછી પીએમનું હેલિકોપ્ટર સાંજે 4.05 કલાકે કુશીનગર એરપોર્ટ પર પાછું લેન્ડ થશે.

પહોંચ્યા લુમ્બિની, નેપાળમાં PM (PM Modi Nepal)દેઉબાને મળશે
સૂત્રોના જણાવ્યા અનુસાર PM સવારે 10.30 થી 3.30 સુધી નેપાળમાં રહેશે. તેમની નેપાળ મુલાકાત પહેલા અને ઉત્તર પ્રદેશના કુશીનગર જવા રવાના થયા છે. આ પછી તે નેપાળમાં લુમ્બિની જશે.

આ પણ વાંચો-બુદ્ધ પૂર્ણિમાએ પક્ષીઓને મુક્ત કરવાની પરંપરા છે, જાણો 10 ખાસ વાતો

Your email address will not be published.