PM મોદીની સુરક્ષા ચૂક મામલો: રિટાયર્ડ જજની આગેવાનીમાં બનશે કમિટી

| Updated: January 10, 2022 3:44 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં ભંગ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાની તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. તે જ સમયે, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર બંનેને આ દરમિયાન તેમના દ્વારા રચવામાં આવેલી સમિતિઓ દ્વારા તપાસ પર રોક લગાવવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિમાં ડીજીપી ચંદીગઢ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ, એનઆઈએના આઈજી અને એજીડીપી (સિક્યોરિટી) પંજાબ હશે. સુપ્રીમ કોર્ટની બેંચ પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરતી એનજીઓ “વૉઇસ ઑફ લૉયર્સ” દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી.

પંજાબ સરકાર તરફથી હાજર રહેલા વકીલ ડીએસ પટવાલિયાએ કહ્યુ કે અમારી કમિટી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અમારા અધિકારીઓને કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી છે. ચીફ સેક્રેટરીને કહેવામાં આવી રહ્યુ છે કે તેમણે પોતાના કર્તવ્યનું પાલન નથી કર્યુ. અમે ઇચ્છીએ છીએ કે કોર્ટ આખી ઘટના જુએ, તપાસ વગર અમને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે.

દલીલ આપતા પટવાલિયાએ કહ્યુ, મુખ્ય સચિવને પોતાની વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી પર જવાબ આપવા માટે 24 કલાક આપો. અમે પીએમની સુરક્ષાને લઇને ગંભીર છીએ. કોર્ટે જુવે કે તપાસ વગર અમારી પર કાર્યવાહી ના થાય. તે બાદ CJIએ કહ્યુ કે કેન્દ્રની નોટિસ અમારા આદેશ પહેલા જાહેર થઇ હતી કે પછી. જેની પર સોલિસિટર જનરલે કહ્યુ કે પહેલા જાહેર થઇ હતી. જે નોટિસ ચીફ સેક્રેટરી અને ડીજીપીને જાહેર થઇ તેનો કાયદાકીય આધાર છે.

તે બાદ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એસપીજી એક્ટની જોગવાઇ વાંચી હતી, તેમણે જણાવ્યુ કે રસ્તા વિશએ સાચી જાણકારી આપવાનું ડીજીપીનું કા મહતુ. રસ્તા પર બ્લોક હોય, તો પણ એક રસ્તો ખુલ્લો રાખવો તંત્રનું કામ હતુ. સોલિસિટર જનરલે કહ્યુ, ડીજીપી અને ચીફ સેક્રેટરી અથવા તેમના પ્રતિનિધિ પીએમ સાથે ચાલે છે. આ માત્ર પ્રોટોકોલ નથી. સુરક્ષામાં સમન્વયનો ભાગ છે. જાણકારીના અભાવમાં પીએમનો કાફલો રસ્તા બ્લોકની નજીક પહોચી ગયો હતો.

તેમણે કહ્યુ, કેન્દ્રએ કેબિનેટ સેક્રેટરી, IB ડિરેક્ટર અને એસપીજીના IGની કમિટી બનાવી છે. આ કોઇ અચાનક થયેલો પ્રવાસ નહતો. પંજાબના ઉચ્ચ અધિકારીઓને પુરી જાણકારી હતી. એવી પણ ખબર હતી કે હવામાન ખરાબ થયુ તો પીએમ રસ્તા પરથી આવી શકે છે. 4 જાન્યુઆરીએ તેનું રિહર્સલ પણ થયુ હતુ.

તે બાદ જસ્ટિસ હિમા કોહલીએ કહ્યુ, જો કેન્દ્રએ બધુ નક્કી કરી લીધુ છે તો કોર્ટ સામે શું છે. સોલિસિટર જનરલે જણાવ્યુ કે કોર્ટ સામે અરજી કરનાર આવ્યો છે. બીજી તરફ જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યુ કે અરજી કરનાર અને પંજાબ સરકાર નિષ્પક્ષ તપાસ ઇચ્છે છે. તમે તેમની આડે કેમ આવવા માંગો છો? જેની પર સોલિસિટર જનરલે કહ્યુ, અમારૂ કારણ જણાવો નોટિસ નિયમો અનુસાર મોકલવામાં આવ્યુ છે.

સીજેઆઇએ પૂછ્યુ, જો તમે અનુશાસનાત્મક કાર્યવાહી કરવા માંગો છો તો કોર્ટ તરફથી તપાસ કમિટી બનાવવાનો શું ઔચિત્ય હશે? કમિટી શું કામ કરશે? સોલિસિટર જનરલે કહ્યુ, કોર્ટ અમારા રિપોર્ટની સમીક્ષા કરે. સીજેઆઇએ કહ્યુ, પછી તો પંજાબની કમિટીને પણ કામ કરવા દેતા. સોલિસિટર જનરલ મહેતાએ જણાવ્યુ કે તે કમિટીમાં તકલીફ છે.

તે બાદ CJIએ કહ્યુ, અમે પીએમની સુરક્ષા સાથે જોડાયેલા આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. સોલિસિટર જનરલે કહ્યુ, મારૂ સૂચન છે કે કેન્દ્રની કમિટીને કામ કરવા દેવામાં આવે. અમે રિપોર્ટ કોર્ટ સામે રાખીશુ. ત્યારસુધી કોઇ અનુશાસનાત્મક કાર્યવાહી ના થાય. પછી સીજેઆઇએ કહ્યુ કે પંજાબે આ મામલે શું કહેવુ છે? પંજાબ તરફથી કહેવામાં આવ્યુ કે કેન્દ્રની કમિટીમાં SPGના IG છે. બાકી લોકો પણ કેન્દ્રના પ્રતિનિધિ છે. અમને આ કમિટી પાસે કોઇ આશા નથી. નિષ્પક્ષ તપાસ થાય.

Your email address will not be published.