પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણધામ ટ્રસ્ટની છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન કરશે

| Updated: April 12, 2022 10:21 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ગુજરાતના અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણધામ ટ્રસ્ટની છાત્રાલય અને શિક્ષણ સંકુલનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ જનસહાયક ટ્રસ્ટના હિરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન પણ કરશે. છાત્રાલય અને શિક્ષણ સંકુલમાં 600 વિદ્યાર્થીઓ માટે 150 રૂમની રહેવા-જમવાની સુવિધા છે. અન્ય સુવિધાઓમાં GPSC અને UPSC પરીક્ષાઓ માટે તાલીમ કેન્દ્ર, ઇ-લાઇબ્રેરી, કોન્ફરન્સ રૂમ, સ્પોર્ટ્સ રૂમ, ટીવી રૂમ અને વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

જનસહાયક ટ્રસ્ટ હિરામણી આરોગ્ય ધામનો વિકાસ કરશે. તેમાં એક સાથે 14 વ્યક્તિઓના ડાયાલિસિસની સુવિધા, બ્લડ બેંક, મેડિકલ સ્ટોર, આધુનિક પેથોલોજી લેબોરેટરી અને આરોગ્ય તપાસ માટે ઉચ્ચ કક્ષાના સાધનો સહિત અદ્યતન તબીબી સુવિધાઓ હશે.

તેમાં આયુર્વેદ, હોમિયોપેથી, એક્યુપંક્ચર અને યોગ થેરાપી માટે અદ્યતન સુવિધાઓ સાથેનું ડે-કેર સેન્ટર પણ હશે. તે ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ, ટેકનિશિયન ટ્રેઇનિંગ અને ડૉક્ટર ટ્રેઇનિંગ માટેની સુવિધાઓ પણ હોસ્ટ કરશે.

Your email address will not be published.