પીએમ મોદી 18થી 20 એપ્રિલે ગુજરાત પ્રવાસે

| Updated: April 13, 2022 5:38 pm

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18મી એપ્રિલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ અને આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. તાજેતરમાં પીએમ મોદી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ અમદાવાદ આવ્યાં હતાં અને એક ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પીએમ મોદી આગામી 18 એપ્રિલે સાંજે અમદાવાદ આવશે. તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જવા માટે રવાના થશે. ગાંધીનગરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે. ત્યારબાદ 19 એપ્રિલના રોજ સવારે તેઓ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાર બાદ જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં 20 એપ્રિલના રોજ પીએમ મોદી હાજરી આપવા માટે પહોંચશે. અહીં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ દાહોદ જશે. દાહોદમાં તેઓ આદિવાસી સંમેલનને સંબોધિત કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે પીએમ મોદી દિલ્હી પરત ફરશે.

Your email address will not be published.