પીએમ મુદ્રા યોજનાઃ ત્રણ વર્ષમાં 16.67 લાખ કરોડ લોન ખાતાઓ માટે 9.98 લાખ કરોડ મંજૂર

| Updated: August 3, 2022 4:46 pm

નવી દિલ્હીઃ સરકારે જણાવ્યું છે કે 2015થી 2018 સુધીના ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 16.67 લાખ કરોડ લોનખાતાઓને 9.98 લાખ કરોડ એટલે કે લગભગ 9.98 લાખ કરોડ દસ લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે.
રાજ્યસભામાં એક પ્રસ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કિસનરાવ કરાડે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (#PMMY) એ આશરે ત્રણ વર્ષના સમયગાળામાં 1.12 કરોડની ચોખ્ખી વધારાની રોજગારી ઊભી કરવામાં મદદ કરી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે રોજગાર સર્જનનો આંકડો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે.આ સર્વેક્ષણના તારણો મુજબ એકંદર આધારે મુદ્રા (#Mudra) લાભાર્થીઓમાં શિશુ કેટેગરી હેઠળ લોન લેનારી માલિકીની સંસ્થાઓએ કુલ રોજગાર સર્જનમાં 66 ટકા ફાળો આપ્યો છે. તેના પછી કિશોરે 19 અને તરુણે 15 ટકા ફાળો આપ્યો છે.
આ ઉપરાંત 1 જુલાઈ 2022 સુધીમાં યોજનાની શરૂઆતથી PMMY હેઠળ નવા ઉદ્યોગસાહસિકો-એકાઉન્ટ્સને 6.12 લાખ કરોડની લોન 7.66 કરોડ લોન એકાઉન્ટ્સને ફાળવવામાં આવી હતી. જો કે PMMY યોજના હેટળ સર્જાયેલી રોજગારીની તકોના સર્જનની કેન્દ્રીય સ્તરે નોંધ લેવાતી નથી.

આ પણ વાંચોઃ કોરોનાના બૂસ્ટર ડોઝ પછી સીએએના નિયમો ઘડવામાં આવશેઃ અમિત શાહ
વર્તમાન માર્ગદર્શિકા મુજબ કોઈપણ વ્યક્તિ જે લોન લેવા માટે અન્યથા પાત્ર છે અને ઉત્પાદન, વેપાર સેવાઓ અને કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવા ક્ષેત્રોમાં બિન-ખેતી આવક પેદા કરતી પ્રવૃત્તિઓ ણાટે વ્યવસાય યોજના ધરાવે છે અને જેની ક્રેડિટ જરૂરિયાત દસ લાખ સુધીની છે, તે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ક્રેડિટ મેળવવા પાત્ર છે.
મંત્રીએ જણાવ્યું હતું કે યોજના હેઠળની લોન ત્રણ કેટેગરીમાં વિસ્તૃત છે, જેમકે શિશુ લોન (50,000 રૂપિયા સુધીની લોન) કિશોર લોન (50,000 રૂપિયા અને પાંચ લાખ સુધીની લોન) અને તરૂણ (પાંચ લાખથી વધુ અને દસ લાખ સુધીની લોન)નો સમાવેશ થાય છે.
મંત્રીએ જણાવ્યું કે રિઝર્વ બેન્કે જણાવ્યા મુજબ 30 જુન સુધીમાં સમગ્ર દેશમાં 1,107 નાણાકીય સાક્ષરતા કેન્દ્રો (CFL)ની સ્થાપના કરવામાં આવી છે. આ નાણાકીય સાક્ષરતા કેન્દ્રો અન્ય બાબતો વચ્ચે ઉદ્યોગસાહસિક કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ગ્રામીણ વિસ્તારોમાં પણ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે.
ગ્રામ્ય સ્તરે સાહસિકોને વધારવા માટે બેન્કો તેમની ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓ (RSETIs) દ્વારા ગ્રામીણ યુવાનોના કૌશલ્ય અપગ્રેડેશન અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને તાલીમ આપે છે, એમ મંત્રીએ જણાવ્યું હતું.

Your email address will not be published.