પીએમ નરેન્દ્ર મોદીએ બોલાવી ઈમરજન્સી બેઠક, જાણો શું છે કારણ

| Updated: January 9, 2022 7:00 pm

દેશમાં કોરોના (Corona)ની ત્રીજી લહેરમાં દર્દીઓની ઝડપથી વધી રહેલી સંખ્યાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. રવિવારે સવારે આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.5 લાખથી વધુ નવા કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યા છે. WHOએ પણ વધતા કેસો અંગે ચેતવણી આપી છે.

દેશના ઘણા રાજ્યોએ કોરોના(Corona)ના સંક્રમણને રોકવા ઘણા કડક નિયંત્રણો લાદ્યા છે, પરંતુ સંક્રમણ અટકવાના બદલે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,59,632 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 40,863 દર્દીઓ સાજા થયા છે અને 327 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટીવ કેસોની સંખ્યા વધીને 5,90,611 થઈ છે. જયારે રાહતની વાત છે કે અત્યાર સુધીમાં 3,44,53,603 લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં પ્રથમ અને બીજા ડોઝનું મિશ્રણ કરીને 1.51 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

દિલ્હીમાં કોરોના (Corona) સતત રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 20 હજાર 181 નવા કેસ નોંધાયા છે. જ્યારે શુક્રવારે દિલ્હીમાં 17,335 કોરોનાના કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં પોઝીટીવિટી રેટ વધીને 19.60 ટકા થયો છે. શુક્રવારે તે 17.73 ટકા હતો. શનિવારે દિલ્હીમાં સાત દર્દીઓના મોત પણ થયા હતા. ત્યારે નરેન્દ્ર મોદી(Narendra Modi) દ્વારા શું પગલાઓ લેવામાં આવે તે જોવું રહ્યું.

Your email address will not be published.