અમદાવાદમાં રાત્રિ કફર્યૂનું પાલન કરાવવા પોલીસ એલર્ટ

| Updated: January 10, 2022 9:43 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા તંત્ર એલર્ટ થયું છે. વધી રહેલા કોરોના કેસ પર કાબૂ મેળવવા માટે સરકારે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જેમાં રાત્રિ કફર્યૂનું પાલન કરાવવા માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. રાત્રિ કફર્યૂનું અમલ કરાવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ પોલીસ દ્વારા શહેરીજનોને માસ્ક પહેરવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ રાત્રિ કફર્યૂનું પાલન કરાવવા માટે પોલીસ એલર્ટ થઈ છે. રાત્રે રખડતા લોકોને રોકી તેઓની પુછપરછ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા રસ્તા પર લટાર મારતા તમામ લોકોનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિમાં જો કોઈ બહાર નીકળ્યુ હોય તો તેની પુછપરછ કરવામાં આવે છે. જો યોગ્ય કારણ જણાય તો તે વ્યક્તિને જવા દેવામાં આવે છે અને તેના પર શંકા જાય છે તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Your email address will not be published.