સરકારી અનાજ બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે  3 આરોપીની ધરપકડ કરી 

| Updated: April 22, 2022 7:37 pm

અમદાવાદમાં સરકારી અનાજ (Government cereals)) બારોબાર વેચવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. ઘઉં અને અનાજનો જથ્થો વેજલપુરની દુકાનમાંથી ચાંગોદરમાં આવેલી મેઘાન્સ ફેક્ટરીમાં મોકલવાનો હતો. જે સરકાર દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તા ભાવે અનાજ મળે તે હેતુથી દુકાનોમાં અનાજ પહોંચાડવામાં આવે છે,પણ કેટલાક માફિયાઓના કારણે અનાજ બારોબાર વેચવાનું અમદાવાદમાં મોટું રેકેટ ચાલી રહ્યું છે. આવા જ એક કૌભાંડનો સરખેજ પોલીસે  પર્દાફાશ કર્યો છે. મંગળવારે રાત્રે સરખેજ- ધોળકા હાઇવે પર મિનિ ટ્રકનો પીછો કરી ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા અને સાથે 1.40 લાખ રૂપિયાના  5600 કિલો સરકારી ઘઉં કબ્જે કર્યા હતા. 

આ પણ વાંચો: પિતરાઇ ભાઇનું અકાળ મૃત્યું યુવાનને સંયમ માર્ગ તરફ લઇ ગયું

અન્ન અને નાગરિક પુરવઠાના મદદનીશ નિયંત્રકે સસ્તા અનાજની દુકાનના ધારક સહિત ત્રણ આરોપી વિરુદ્ધ બુધવારે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.  પોલીસે ઘઉં કબ્જે કર્યા બાદ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને જાણ કરી હતી. પકડાયેલા ઘઉંનો જથ્થો સરકારી અનાજનો (Government cereals) હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થો મિનિ ટ્રકમાં વેજલપુરના ગુંજન કન્ઝયુમર કો.ઓ.સો.ના ગોડાઉનમાંથી ચાંગોદર ખાતે લોટ બનાવતી મેઘાન્સ ફેકટરીમાં પહોંચાડવા માટે ડ્રાઈવર રાજેન્દ્ર ખેમાભાઈ મકવાણા નીકળ્યો હતો. તેની ધરપકડ કરતાં આરોપી સાકીરહુસેન મજીદભાઇ રંગરેજ અને અયુબ નામના અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા. જેથી પોલીસે તેમને પણ દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે.  બનાવ અંગે મદદનીશ નિયંત્રક ડૉ કીર્તિકુમાર ગોવિંદભાઇ પરમારે ડ્રાઈવર રાજેન્દ્ર, ગુંજન કન્ઝયુમર કો.ઓ.સો સસ્તા અનાજની દુકાનના ધારક સાકીર હુસેન મજીદભાઈ રંગરેજ અને અયુબભાઈ સામે ગુનો નોંધાવ્યો હતો. સરખેજ પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે.  

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરસાદે એકનો ભોગ લીધો: ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ

Your email address will not be published.